આ બિમારી નાં કારણે મુશ્કેલ થઈ ગયું હતું રૂપાલી ગાંગુલીનું માં બનવાનું, દીકરા રુદ્રાક્ષ ને માને છે ચમત્કાર

સીરિયલ અનુપમા માં પોતાની દમદાર એક્ટિંગ થી રૂપાલી ગાંગુલી ઘર ઘરમાં માં તરીકે ફેમસ થઈ ગઈ છે. સીરીયલ માં ૩ બાળકોની માતા રૂપાલી દરેક પરિસ્થિતિમાં પોતાને સુપર મોમ સાબિત કરે છે. ફક્ત માં નાં રૂપમાં જ નહીં. પરંતુ તે એક સારી સાસુ અને સારી વહુ નાં દરેક ગુણો અનુપમા માં મોજુદ છે. દર્શકોની વચ્ચે આ સીરિયલ એટલી લોકપ્રિય છે કે, તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, આ સીરિયલની ટીઆરપી દરેક વખતે ટોપ પર જ રહે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રૂપાલીએ પોતાની જિંદગીની પરેશાનીઓ વિશે વાત કરી હતી. ચાલો જાણીએ તેના વિશે
ગર્ભધારણ ન હતું સરળ
ફેમસ આરજે સિદ્ધાર્થ નાં કન્નન નાં એક ઈન્ટરવ્યૂમાં રૂપાલી ગાંગુલીએ પોતાની અંગત જિંદગી વિશે વાત શૅયર કરતાં કહ્યું હતું કે, તેના માટે પ્રેગનેટ થવું સરળ ન હતું. તે જ કારણે પોતાના દીકરા રુદ્રાક્ષ નાં જન્મને કોઈ ચમત્કારથી કમ નથી માનતી. ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, લગ્ન બાદ માં બનવાની તેમની ઇચ્છા હતી. તે જ કારણે તેમને અભિનય જગતથી બ્રેક લીધી હતી. જોકે તે કહે છે કે, આ સમય દરમિયાન તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો.
આ બીમારીને કારણે કમજોર થઈ ગઈ હતી ફર્ટિલિટી
રૂપાલી ગાંગુલી કહે છે કે, થાઇરોઇડ નાં કારણે તેમને ગર્ભધારણ કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ હતી. આ બીમારી એ તેની માં બનવાની ક્ષમતાને પ્રભાવિત કરી ખૂબ જ ઓછી કરી દીધી હતી. ઘણા ડોક્ટરો સલાહ છતાં તેને તે સમયે કોઈ આશા નહોતી. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૩ માં રૂપાલી ગાંગુલીએ અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા. અને સારા મિત્ર હતા. ત્યારબાદ એક્ટિંગ છોડી રૂપાલી એ હોમ મેકિંગ ની પસંદગી કરી હતી. વર્ષ ૨૦૧૫ માં તેમના દીકરા રુદ્રાક્ષ નો જન્મ થયો.
હાલમાં કોરોના ને આપી છે માત
જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ રૂપાલી સહિત સીરીયલ નાં દરેક તેમના પતિ, તેમના મોટા દીકરાને, સમર્થ ની ભૂમિકા નિભાવનાર કલાકારો ને કોરોના થઈ ગયો હતો. રૂપાલી તેના વિશે ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેંસ ને જાણકારી આપી હતી. તેમણે પોતાનો જન્મદિવસ પણ કોરનટાઇન માં રહીને સેલિબ્રેટ કર્યો હતો. જોકે હવે તે પૂરી રીતે સ્વસ્થ થઈ છે. અને ફરીથી શૂટિંગ પર આવવાનું શરૂ કર્યું છે.