આ ભૂલોને કારણે વ્યક્તિ ક્યારેય નથી બની શકતો ધનવાન, નારાજ રહે છે માં લક્ષ્મી

આ ભૂલોને કારણે વ્યક્તિ ક્યારેય નથી બની શકતો ધનવાન, નારાજ રહે છે માં લક્ષ્મી

વાસ્તુ શાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલ કેટલાક એવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેનું પાલન ન કરવાથી ધનની હાનિ થવા લાગે છે. અને ઘરમાં ગરીબી નો વાસ થાય છે. વાસ્તુ અનુસાર જે લોકો આ નિયમોનું પાલન કરતા નથી તેનાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. અને ખૂબ જ મહેનત કરવા છતાં પણ તે ધન એકત્રિત કરી શકતા નથી. તેથી આ નિયમોનું પાલન જરૂર કરવું.

ન કરવી આ ભુલો

બેડરૂમ રાખો સાફ

તમારા બેડરૂમને હંમેશા સાફ રાખો. ક્યારેય પણ બેડરૂમ ને  ગંદો ન રાખવો. ઘણા લોકો બેડ પર જ કપડા ફેંકી દેતા હોય છે. બેડને દરેક સમયે ગંદો રાખતા હોય છે. જેને વાસ્તુશાસ્ત્રમાં દોષ ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડ ની ઉપર કે નીચે તૂટેલો સામાન રાખવો જોઈએ નહીં. બેડ ગંદો હોવાના કારણે જાતકનાં જીવનમાં પરેશાનીઓ આવે છે. અને તેનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. અને તેને ધનહાનિ થવા લાગે છે. માટે બેડ હંમેશા સાફ રાખો અને  બેડની નીચે તૂટેલી વસ્તુઓ રાખવાથી બચવું.

યોગ્ય રીતે રાખું ઝાડુ

શાસ્ત્રોમાં ઝાડુને દેવી લક્ષ્મીનું પ્રતિક ગણવામાં આવે છે. જે લોકો પોતાના ઘરમાં ઝાડુ યોગ્ય રીતે નથી રાખતા તેનાથી મહાલક્ષ્મી નારાજ થઈ જાય છે. અને તેના ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુ નિયમો અનુસાર ઝાડુ હંમેશા એવી જગ્યા પર રાખવું જ્યાં તેના પર કોઇની નજર ના પડે. ઝાડુ પર ક્યારેય પગ ના રાખવો. અને તેને પગથી ન અડકવું. જે જગ્યા પર તમે સુતા હોવ ત્યાં ક્યારેય ઝાડૂ ન રાખવું. ઝાડુ ઘરના મુખ્ય દરવાજાની પાસે રાખવું શુભ ગણવામાં આવતું નથી. ઝાડુને ક્યારેય કચરામાં ન નાખવું. જો કોઈ ઝાડુ ખરાબ થઈ ગયું હોય તો તેને ઝાડ નીચે રાખી દેવું. તેમજ નવું ઝાડુ ખરીદતી વખતે શુભ દિવસે જ ખરીદવું. અને તેને એવી જગ્યા પર રાખવું જ્યાં તેના પર કોઇની નજર ના પડે.

યોગ્ય દિશામાં રાખો તિજોરી

ઘરમાં કોઈ તિજોરી રાખતા હોવ તો તેને હંમેશા ઉત્તર દિશામાં રાખવી. આ દિશામાં રાખવાથી તિજોરી પૈસા થી ભરેલી રહે છે. અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશા તરફ રાખવામાં આવેલી તિજોરી હંમેશા ખાલી રહે છે. આ દિશા તરફ રાખવામાં આવેલી તિજોરીમાં ધન એકત્રિત થઇ શકતું નથી. માટે તિજોરી હંમેશા ઉત્તર દિશામાં જ રાખવી.

પૈસા ઉધાર દેવા

વાસ્તુ અનુસાર સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ન આપવા. જે લોકો સાંજના સમયે પૈસા ઉધાર આપે છે તેમની પાસે ધનની બરકત રહેતી નથી. પૈસા ઉધાર આપવા માટે સવારનો સમય યોગ્ય ગણવામાં આવે છે. આ દરમિયાન આપવામાં આવેલા પૈસા પરત મળી શકે છે. અને માં લક્ષ્મી નારાજ પણ થતા નથી.

ઘરની સફાઈ

જે ઘરમાં સફાઈ નથી થતી અને રસોઈઘર ગંદુ રહે છે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી. મહાલક્ષ્મી ફક્ત એ ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ-સફાઈ થાય છે. જે લોકો ઘરમાં સાફ-સફાઈ નથી કરતા તેના જીવનમાં ધનનો અભાવ રહે છે.

મૂર્તિ યોગ્ય રાખો

પૂજા ઘરમાં હંમેશા યોગ્ય મૂર્તિ રાખો. ખંડિત મૂર્તિ મંદિર માં રાખવાથી પૂજા સફળ થતી નથી. અને દોષ લાગે છે. ઘરના લોકોને સફળતા મળતી નથી. અને ધનહાનિ થવા લાગે છે.

બાથરૂમ ન રાખો ભીનું

તમારા બાથરૂમને સાફ રાખો દરેક સમયે બાથરૂમ ભીનું  રહે તે વાસ્તુદોષ માં શુભ ગણવામાં આવતું નથી. અને ઘરમાં પૈસાનો અભાવ થવા લાગે છે. જ્યારે પણ બાથરૂમની બહાર નીકળો ત્યારે બાથરૂમ ને સાફ કરવું.  દરેક સમએ બાથરૂમ ભીનું રહે તો તેનાથી વરુણદેવતા નારાજ થઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *