આ અવસર પર છીંક આવવી હોય છે શુભ, વ્યક્તિ ભિખારી માંથી રાજા પણ બની જાય છે

છીંક ને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. મોટા ભાગના અવસરો પર છીંક આવવી અશુભ ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈને છીંક આવે છે તો આપણે વિચારીએ છીએ કે, હવે કંઈ ખરાબ થશે. પરંતુ હંમેશા એવું થતું નથી. કેટલાક ખાસ અવસરો પર છીંક આવવી શુભ ગણવામાં આવે છે. એવામાં આજે અમે તમને છીંક સાથે જોડાયેલ શુકન-અપશુકન વિશે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.
આ પ્રકારની છીંક ગણવામાં આવે છે અશુભ
- કિચનમાં દૂધ ગરમ કરતી વખતે જો મહિલાને છીંક આવે તો તે અશુભ ગણવામાં આવે છે. માન્યતા છે એવું થવા પરિવાર નાં કોઈ સભ્ય ની તબિયત બગડી શકે છે.
- જોતા તમે ઘરેથી નીકળી રહ્યા હોવ અને તમને કે કોઈ અન્યને છીંક આવે તો તમારી યાત્રા કષ્ટદાયક થઇ શકે છે. તેમજ તમે જે કામ માટે જઈ રહ્યા હોવ તે કામ પણ અસફળ થઇ શકે છે. આ દરમ્યાન ડાબી બાજુ છીંક આવે તો પૈસા નું નુકસાન પણ થઈ શકે છે.
- જો તમારા ઘરની બહાર કે રસ્તામાં કૂતરા ને છીંક આવે તો કોઈ સંકટ નાં ચાન્સ વધી જાય છે. જોકે કુતરા ને એક કરતાં વધારે છીંક આવે તો સમસ્યા દૂર થાય છે.
- જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોવ અને કોઈને છીંક આવે તો તે અપશુકન ગણવામાં આવે છે. તેમ જ સામેવાળા સાથે લડાઈ-ઝઘડો પણ થઈ શકે છે.
આ પ્રકારની છીંક ગણવામાં આવે છે શુભ
- વૈદિક સાહિત્ય અનુસાર જો કોઈ વ્યક્તિ ને સ્મશાન કે કોઈ દુર્ઘટના સ્થળ પર છીંક આવે તો તે શુભ ગણવામાં આવે છે.
- ભૂકંપ કે મહામારીની સૂચના મળવા પર તેને સમય દરમ્યાન કોઈ વ્યક્તિને છીંક આવે તો તે શુભ ગણવામાં આવે છે. તેનો મતલબ છે કે, તમારી સાથે જે અનિષ્ટ થવાનું હતું તે ટળી ગયું છે.
- જો કોઈ તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોવ અને ત્યારે કોઈ વાછરડાને છીંક આવે તો તે કામમાં તમને નિશ્ચિત રૂપથી સફળતા મળે છે. તે એ વાતની સૂચના આપે છે કે, તમારી પાસે પૈસાની આવકમાં વધારો થશે.
- જો તમે કોઈ દવાનું સેવન કરી રહ્યા હોવ તે દરમિયાન તમને છીંક આવે છે તો તેનાથી તમારી દવા પડી જાય છે તો તે શુભ ગણવામાં આવે છે. તેનો મતલબ છે કે, તમને બીમારીમાંથી મુક્તિ મળવાની છે.
- છીંક ઉંચી આવે તો તેને ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ કરીને જમણી તરફ ચિંક આવે તો તેનાથી સુખની પ્રાપ્તિ થાય છે.