આ અવતાર લઈને ભગવાન કરશે કળિયુગનો અંત, ધર્મ ગ્રંથોમાં પણ લખેલી છે તે વાત

આ અવતાર લઈને ભગવાન કરશે કળિયુગનો અંત, ધર્મ ગ્રંથોમાં પણ લખેલી છે તે વાત

હિન્દુ ધર્મના અનુસાર ઘણા જ  ધાર્મિક પુસ્તકો છે. જેમાં જન્મ તેમજ મૃત્યુ સાથે જોડાયેલ બધી જ વાતો સ્પષ્ટ રૂપથી જણાવવામાં આવી છે. તે ધર્મગ્રંથોમાં જણાવવામાં આવે છે કે આ દુનિયામાં ચાર યુગ છે. જેના અનુસાર આ દુનિયા વિચરણ કરે છે. વેદોના અનુસાર ચાર યુગ બતાવવામાં આવ્યા છે. સતયુગ, દ્વેતાયુગ, દ્વાપરયુગ અને સૌથી અંતમા કળયુગ આવે છે. જેમાં આજે આપણે જીવી રહ્યા છીએ તેને કહેવાય છે કળયુગ. એવું માનવામાં આવે છે કે કળયુગમાં એક આત્માનો જન્મ ૪૫ વાર થાય છે અને તેમની ઉંમર ૧૦૦ વર્ષ સુધીની હશે.

પરંતુ શું તમે જાણો છો ? એક આત્મા ક્યાં યુગમાં કેટલી વાર જન્મ લેતી હોય છે ? આજે અમે તમને જણાવીશું કે કળયુગનો અંત કઈ રીતે થશે અને કઈ રીતે થશે તેમનો પુનર્જન્મ. કહેવામાં આવે છે કે આપણને આપણા યુગ સાથે જોડાયેલ બાબતો વિશે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. જેના અનુસાર જ દરેક યુગમાં તેમના કર્મ અને પ્રભાવ હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવો હશે કળિયુગ, ક્યારે અને કઈ રીતે થશે તેની શરૂઆત.

મહર્ષિ વ્યાસજીના અનુસાર સતયુગ, દ્વેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ આ ચાર યુગ છે. જે દેવતાઓના ૧૨ હજાર દિવ્ય વર્ષોના બરાબર હોય છે. તમામ ચર્તુયુગ એક જ હોય છે. તેનો આરંભ સત્યયુગથી થાય છે અને અંતમાં કળયુગ હોય છે. કોઈપણ જન્મમાં પોતાની આઝાદીથી કરવામાં આવેલ કર્મોના અનુસાર આત્મા આગળનું શરીર ધારણ કરે છે. હિન્દુ ધર્મનો સર્વોચ્ચ ગ્રંથ છે. જે સંપૂર્ણ રીતે અપરિવર્તનીય છે. અર્થાત કે  કોઈપણ યુગમાં તેમનામાં કોઈ બદલાવ કરી શકાતો નથી.

બ્રહ્માજી ક્રત્યુગમાં જે પ્રકારે સૃષ્ટિનો આરંભ કરે છે તે જ રીતે કલિયુગમાં તેમનો ઉપસંહાર કરે છે. સતયુગ, દ્વાપરયુગ, કલયુગ આ દરેક યુગમાં કોઇ ને કોઇ ભગવાન જન્મ જરૂર લેતા હોય છે. ગ્રંથોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ કળિયુગમાં પણ ભગવાન અવતાર લેશે. પરંતુ તે પહેલા ધરતી પર પાપનો ઘડો ભરાઈ જશે. એવું પણ કહેવામાં આવે છે કે કળિયુગની ઉંમર ૪૩૨૦૦૦ વર્ષની છે. ત્યાં સુધી ધરતી પર પાપ દિવસે ને દિવસે વધતું જશે અને અંતમાં ભગવાન લેશે કલ્કિ નો અવતાર.

ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન કલ્કિ રૂપમાં અવતાર લેશે અને ધરતી પરથી પાપનો વિનાશ કરશે. જે રીતે તેમણે પાપ નો વિનાશ દ્વાપરયુગમાં કર્યો હતો. કળિયુગની ચરમસીમા પર પહોંચતા જ ધરતીનો વિનાશ થઇ જશે. ત્યારબાદ જ ફરીથી સતયુગનો આરંભ થશે. જેમાં ફરીથી ભગવાન પ્રગટ થશે અને તે યુગમાં સતયુગની લીલા ભગવાન દ્વારા ફરીથી રચવામાં આવશે. ગ્રંથોમાં આ વાતનું સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

ગ્રંથોમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાન કલ્કિ ફક્ત ત્રણ દિવસમાં જ પૃથ્વી પરથી બધા જ અધર્મીઓનો નાશ કરી નાખશે. માનવામાં આવે છે કે કળિયુગના અંતિમ સમયમાં ખૂબ જ મોટી ધારાથી સતત વરસાદ થતો રહેશે. જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી થઈ જશે. સંપૂર્ણ પૃથ્વી પર પાણી હશે અને પ્રાણીઓનો અંત થઇ જશે. ત્યારબાદ એક સાથે બાર સૂર્ય ઉદય થશે અને તેમના તેજથી પૃથ્વી સુકાઈ જશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *