આ અનોખા મંદિરમાં માતાની મૂર્તિ દિવસમાં ૩ વાર બદલે છે સ્વરૂપ,જાણો તેની સાથે જોડાયેલ કથા

ભારત આધ્યાત્મ અને આસ્થા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહિયા રહસ્યમય અને પ્રાચીન મંદિરોની કોઈ કમી નથી. ભારત માં વૈષ્ણવ દેવી, મનસા દેવી, નંદાદેવી અને ચંડીદેવી સમેત ઘણા મંદિરો છે. આ મંદિરો માં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. માનવામાં આવે છે કે, આ મંદિરમાં માતા નાં દર્શન માત્રથી જીવન નાં દરેક કષ્ટ સમાપ્ત થઈ જાય છે.
આજે અમે તમને દેવોની ભૂમિ ઉત્તરાખંડ નાં એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મંદિર માં દરરોજ ચમત્કાર થતો રહે છે. આ મંદિર ઉત્તરાખંડ નાં શ્રીનગર થી લગભગ ૧૫ કિલોમીટર દૂર કલીયાસૌડ નદી નાં તટ પર સ્થિત છે. આ મંદિરને ધારી દેવી મંદિર નાં નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત છે કે ત્યાં સ્થિત માતાની મૂર્તિ દિવસમાં ત્રણવાર સ્વરૂપ બદલે છે. માતાના જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. મંદિરમાં સ્થિત માતાની મૂર્તિ સવારે કન્યા, બપોરે યુવતી અને સાંજના વૃદ્ધ મહિલા નાં રૂપમાં જોવા મળે છે. બદ્રીનાથ જનાર લોકો ત્યાં રોકાઈ અને માતા નાં દર્શન જરૂર કરે છે. માનવા છે કે, ધારી દેવી ઉત્તરાખંડ નાં ચારધામની રક્ષા કરે છે. માં ધારી ને પહાડો નાં રક્ષક દેવી માનવામાં આવે છે.
મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર એકવાર ભીષણ પુર આવ્યું હતું. તેમાં માતાની મૂર્તિ પ્રવાહિત થઈ ગઈ હતી. અને ધારી ગામમાં પહાડ સાથે અથડાઈ અને રોકાઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે, મૂર્તિ માંથી આવેલ ઈશ્વરી અવાજે ગામના લોકોને મૂર્તિની સ્થાપના કરવા માટે નો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ આ જગ્યા પર માતાનું મંદિર બનાવ્યું.
માં ધારી દેવી થયા હતા ક્રોધીત
ત્યાંના સ્થાનીય લોકો આ મંદિરને વર્ષ ૨૦૧૩ માં તોડવામાં આવ્યું હતું. અને દેવીની મૂર્તિ ને બીજા સ્થાન પર સ્થાપિત કરવામાં આવી હતી. આ વાતથી માં ખૂબ જ નારાજ થયા હતા. અને તે વર્ષે ઉત્તરાખંડમાં ભયંકર પુર આવ્યું હતું. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દેવીની મૂર્તિ ફરી કરવામાં આવી સ્થાપિત
જણાવવામાં આવે છે કે, માતાની મૂર્તિ ને ૧૬ જુન ૨૦૧૩ નાં સાંજના મંદિર થી દૂર કરવામાં આવી હતી. અને થોડા જ કલાકોમાં જ ઉત્તરાખંડમાં પુર આવ્યું હતું. ત્યારબાદ ફરી તે જગ્યા પર માં ધારી ની મૂર્તિ ને ફરીથી ત્યાંજ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારબાદ પુર રોકાઈ ગયું હતું. આમ માં ની મૂર્તિ ને ફરી તેજ સ્થાન પર સ્થાપિત કરવામાં આવી.