આ અંક ને ધન સંપત્તિની બાબતમાં માનવામાં આવે છે લકી, શું તમારી બર્થ ડેટ નો પણ આ નંબર છે

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૯, ૧૮ કે ૨૭ તારીખ નાં થયો છે. તેમનો ભાગ્યાંક ૯ હોય છે. આ મૂળાંક નાં લોકોને પર મંગળનો પ્રભાવ રહે છે. તે લોકો ખૂબ જ પરિશ્રમી અને ગુસ્સાવાળા સ્વભાવના હોય છે. આ લોકોમાં ઉત્સાહ અને ઊર્જાની કોઈ કમી નથી હોતી. તે લોકો શરીરથી બળવાન હોય છે. અને ક્યારેય પણ કોઈ પણ પરેશાન નથી ગભરાતા નથી. મૂળાંક ૯ વાળા લોકો એન્જિનિયર અને ડોક્ટર ક્ષેત્રમાં સારું નામ મેળવે છે. આ લોકોના મિત્રોની સંખ્યા વધારે હોય છે. તેઓને હસી-મજાક કરવી ખૂબ જ પસંદ હોય છે. તેઓ થોડા રમૂજી સ્વભાવ નાં હોય છે.
તે અનુશાસનપ્રિય પણ હોય છે. મૂળાંક ૯ વાળા લોકો જીવનમાં સંઘર્ષ બાદ સારી સફળતા મેળવે છે. ખેલકુદ, સેના, પોલીસ સેવા વગેરે ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકે છે. આ લોકો ખૂબ જ સાહસી હોય છે. તેમના દાંપત્યજીવન જીવનમાં પરેશાની આવતી રહે છે. આ મૂળાંક નાં લોકો એવા જીવનસાથી ઈચ્છે છે, જે હંમેશા તેના અનુસાર ચાલે. ભાઈ-બહેનો સાથે વૈચારિક ભિન્નતા ને કારણે મતભેદ બની રહે છે. આ મૂળાંક વાળા લોકોને પોતાનું માન- સૌથી વધારે પ્રિય હોય છે. જો તેમને માન સન્માન ન મળે તો તેઓ ગુસ્સે થઈ જાય છે. આ લોકો ચુનોતી નો હંમેશા સ્વીકાર કરે છે. આ લોકો કોઈના આધીન રહીને કામ કરવાનું પસંદ કરતા નથી.
મૂળાંક ૯ વાળા લોકોની આર્થિક સ્થિતિ સારી રહે છે. તેની પાસે જમીન મકાન ખૂબ જ હોય છે. તેને હંમેશા વારસામાં જમીન મળે છે. સાસરા પક્ષ તરફથી તેને આર્થિક લાભ થાય છે. પરંતુ આ લોકો બીજાને દેખાડવાના ચક્કરમાં પોતાની આવક થી વધારે ખર્ચ કરે છે. આ મૂળાંક નાં લોકો તરફ દરેક લોકો આકર્ષિત થાય છે. રાજનીતિ, ધર્મ અને સમાજ સુધારક ક્ષેત્રોમાં તેઓ સફળતા પ્રાપ્ત કરે છે.
આ મૂળાંકવાળા લોકો પાસે પ્રોપર્ટી ખૂબ જ હોય છે. પરંતુ પ્રેમ સંબંધોની બાબતમાં તે અનલકી હોય છે. મૂળાંક ૯ વાળા લોકો માટે સપ્ટેમ્બર અને જૂન મહિનો શુભ હોય છે. તેના માટે રવિવાર, મંગળવાર સોમવાર અને ગુરુવાર શુભદિન રહે છે. તેમજ લાલ, ગુલાબી અને નારંગી રંગ તેના માટે શુભ રહે છે.