આ અભિનેતા નાં કહેવા પર શ્રીદેવીએ બોની કપૂરને બાંધી હતી રાખડી, ત્યારબાદ કર્યા તેની સાથે લગ્ન, જાણો કારણ

આ અભિનેતા નાં કહેવા પર શ્રીદેવીએ બોની કપૂરને બાંધી હતી રાખડી, ત્યારબાદ કર્યા તેની સાથે લગ્ન, જાણો કારણ

હિન્દી સિનેમા નાં સ્ટાર્સ તેમની ફિલ્મ તેમના અભિનય તેમજ લગ્ન અને અફેર વિશે ઘણા ચર્ચામાં રહે છે. બોલિવૂડ નાં ઘણા કલાકારોએ લગ્ન કર્યા હોવા છતાં પણ અન્ય અભિનેત્રીઓ સાથે લગ્ન કરવા માટે ચર્ચામાં રહ્યા છે. તેમાં પહેલાના જમાનાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી નું નામ પણ આવે છે.

મિથુન દા તરીકે ઓળખાતા મીથુન ચક્રવતી નાં બે લગ્ન થયા. મીથુન ચક્રવતી એ વર્ષ ૧૯૮૮ માં અભિનેત્રી યોગિતા બાલી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. તેના પછી તેમણે હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવાતી દિગ્ગજ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીને પોતાનું દિલ આપી બેઠા હતા.

એવું કહેવામાં આવે છે કે, વર્ષ ૧૯૮૪ માં એક ફિલ્મ ‘જાગ ઉઠા ઇન્સાન’ આવી હતી આ ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને બંને એકબીજાને પોતાનું દિલ આપ્યું હતું. ખૂબ જ જલ્દી બંનેનો પ્રેમ વધવા લાગ્યો અને ૧૯૮૫ માં શ્રીદેવી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. જોકે પાછળથી મિથુન ને લાગ્યું કે શ્રીદેવી નાં ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે સંબંધો વધવા લાગ્યા છે. તેવી સ્થિતિમાં શ્રીદેવી એ મિથુન પ્રત્યેનો પ્રેમ સાબિત કરવા બોની કપૂર ને રાખડી બાંધી હતી. બોની કપૂરની પહેલી પત્ની મૌના શૌરી એ આ અંગે ખુલાસો કર્યો હતો.

મીથુન ચક્રવતી નાં લગ્ન થયા હોવાના લીધે શ્રીદેવી એ મિથુન ને તેમની પહેલી પત્ની સાથે છૂટાછેડા લેવાનું કહ્યું હતું. જોકે જ્યારે યોગીતા બાલી ને આ સમાચારની જાણ થઈ ત્યારે તેણે મિથુન ને છોડવાની સ્પષ્ટ ના કહી હતી. એટલું જ નહીં આશ્ચર્યજનક વાત એ છે કે, યોગીતા એ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો મિથુન તેની બીજી પત્ની શ્રીદેવીને તેના ઘરે લાવે છે તો પણ તે મિથુન સાથે રહેશે જો કે જ્યારે મિથુન નાં બીજા લગ્નની વાત સામે આવી ત્યારે યોગીતા બાલી એ જીવન ટુંકાવવા નો પ્રયાસ કર્યો હતો.

પરિણીત બોની શ્રીદેવીને દિલ દઈ બેઠા

બીજી બાજુ ફિલ્મ નાં નિર્માતા બોની કપૂર પણ શ્રીદેવી ને પસંદ કરતા હતા. મિથુન ચક્રવર્તી અને બોની કપૂર વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. આવી સ્થિતિમાં બોનીએ તેના વિશે મિત્રને કહ્યું નહીં. જો કે મિથુન ને શંકા ગઈ કે બોની અને શ્રીદેવી વચ્ચે કંઈક ચાલી રહ્યું છે તેવામાં શ્રીદેવી મિથુન સામે પોતાનો પ્રેમ સાબિત કરી બોની કપૂર ને રાખડી બાંધી હતી.

તમને જણાવી દઈએ કે, મિથુન ની જેમ બોની કપૂર પણ પરણિત હતા. બોની કપૂર નાં પહેલા લગ્ન મોના શૌરી સાથે થયા હતા. જો કે તે લગ્ન થયા હોવા છતાં પણ તે શ્રીદેવીની નજીક આવ્યા હતા અને શ્રીદેવીએ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા માટે ૧૦ લાખ રૂપિયા માંગ્યા હતા ત્યાર બાદ બોનીએ તેને ૧૧ લાખ રૂપિયા ફી આપી હતી. અને તેમણે મોના ને પણ કહ્યું હતું કે, તે શ્રીદેવીને પ્રેમ કરવા લાગ્યા છે.

મિથુન શ્રીદેવી  નાં સંબંધો પૂરા થયા

બીજી બાજુ મિથુન ચક્રવર્તી અને શ્રીદેવી ને ગંભીર સંબંધ સમાપ્ત થયો. વર્ષ ૧૯૮૮ માં મિથુન અને શ્રીદેવી નાં સંબંધો પૂરા થયા તેની પહેલી પત્ની યોગીતા બાલી ને છોડવા માંગતો ન હતો અને જ્યારે શ્રીદેવી ને ખબર પડી કે, મિથુન અને યોગીતા અલગ થવા માંગતા નથી. ત્યારે શ્રીદેવી મિથુન ચક્રવર્તી થી દૂર થઈ ગયા.

શ્રીદેવી એ બોની કપૂર સાથે સાત ફેરા લીધા

મિથુન ચક્રવર્તી થી અલગ થયા પછી શ્રીદેવી અને બોની કપૂર વચ્ચે નિકટતા વધવા લાગી. બોની શ્રીદેવીને પહેલાથી જ પસંદ કરતા હતા જ્યારે શ્રીદેવી પણ પોતાનું દિલ બોની કપૂર ને આપી બેસી હતી. ધીરે ધીરે બંને નો પ્રેમ વધવા લાગ્યો અને બોની કપૂરે પણ શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે તેમની પત્નીને છૂટાછેડા આપી દીધા. વર્ષ ૧૯૯૬માં શ્રીદેવી અને બોની કપૂરે સાત ફેરા લીધા અને ઘર વસાવી લીધું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *