આ અભિનેતા ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવી ને થયા હતા ફેમસ, પરંતુ હવે ઇન્ડસ્ટ્રી છોડીને કરી રહ્યા છે આ કામ

આ અભિનેતા ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવી ને થયા હતા ફેમસ, પરંતુ હવે ઇન્ડસ્ટ્રી છોડીને કરી રહ્યા છે આ કામ

આજના સમયમાં લોકો ફિલ્મો કરતા ટીવી સીરીયલ જોવાનું વધારે પસંદ કરે છે. આવી ઘણી ટીવી સિરિયલો છે જે લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ટીવી કલાકારોએ તેમના શ્રેષ્ઠ અભિનય નાં લીધે દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે. ટીવી નાં ઈતિહાસમાં ઘણા એવા સ્ટાર્સ આવ્યા છે, જે પોતાના કામથી કાયમ માટે જાણીતા બની ગયા છે. તેવા ઘણા સ્ટાર્સ છે જેમણે પડદા પર કૃષ્ણની ભૂમિકા ભજવી છે. અને તેમણે આ પાત્રને જીવંત બનાવ્યું છે. આ સિરિયલો દ્વારા પ્રેક્ષકો એ પણ કૃષ્ણ ને ખૂબ જ પ્રેમ આપ્યો છે. કેટલાક સ્ટાર્સ એવા પણ હતા જેમને વાસ્તવિક જીવનમાં લોકો ભગવાન સમજી બેઠા હતા. અને તેમની ઉપાસના ચાલુ કરી હતી.

૮૦ અને ૯૦ નાં દાયકાની સિરિયલો લોકોમાં ખૂબ જ પ્રખ્યાત રહી છે. એટલું જ નહીં આ સિરિયલનું દરેક પાત્ર લોકોના દિલમાં સંપૂર્ણ રીતે સ્થિર થઈ ગયું છે. તે પાત્રમાંથી એક શ્રી કૃષ્ણનું પાત્ર પણ હતું. આ પાત્ર સવદમન બેનર્જી દ્વારા ભજવવામાં આવ્યું હતું. જેના દ્વારા તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેના પછી તેમને ઘણા શોની ઓફર મળવાનું ચાલુ થઈ હતી. તમને જણાવી દઈએ કે, અર્જુન, જય ગંગામૈયા અને ઓમ નમઃ શિવાય જેવા શો તેમને ઓફર કરવામાં આવ્યા હતા. અને તેમણે બધામાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.

લોકો સર્વદમન બેનરજી નાં કૃષ્ણનું પાત્ર ખૂબ જ પસંદ કરતા હતા. આજે પણ ટીવી પર નિર્દોષ સ્મિત સાથે ભગવાન શ્રીકૃષ્ણનો ચમકતો ચહેરો દરેક નાં મગજમાં તાજગીભર્યો રહે છે. તેની અદભુત અભિનય અને માનવીય સ્મિત ની દુનિયા દીવાની છે. કૃષ્ણનું પાત્ર લોકોના હ્રદય અને દિમાગ માં સ્થિર થઈ ગયું છે. જાણે કે વાસ્તવિકતામાં ભગવાનનો અવતાર થયો હોય. સર્વદામન બેનરજી ને આ પછી ઘણા શોની ઓફર કરવામાં આવી હતી. અને મોટાભાગના શો માં તેઓ વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણ તરીકે જોવા મળ્યા હતા.

સર્વદમન ડી બેનરજીએ ઘણી ટીવી સિરીયલોમાં કામ કર્યું છે આ સિવાય તેમણે મોટા પડદા પર પોતાનું નસીબ અજમાવ્યું હતું અને તેમણે સ્વામી વિવેકાનંદ, આદિ શંકરાચાર્ય જેવી ફિલ્મો સહિત ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના સિવાય તેમણે કેટલીક બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ તો તે ઘણા વર્ષો પછી ફિલ્મ એમ.એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી માં પણ જોવા મળ્યા હતા.

હાલમાં ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે અને આજે તેઓ શું કરે છે તે જાણીને તમને ગર્વ થશે તો ચાલો જણાવીએ કે તે પડદાથી દૂર રહી ઋષિકેશ રહે છે. અને ત્યાંના લોકોને ધ્યાન શીખવવાનું કામ કરી રહ્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમણે ઇન્ડસ્ટ્રી કેમ છોડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, કૃષ્ણ કરતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું માત્ર ૪૫ થી ૪૮ વર્ષ સુધી કામ કરીશ ત્યારે જ મને ધ્યાન મળ્યું અને હવે હું છેલ્લા ૨૦ વર્ષથી તેજ કરી રહ્યો છું.તમને જણાવી દઈએ કે, તે પંખ નામની એનજીઓ ને પણ ટેકો આપી રહ્યા છે. તે એનજીઓ ઉત્તરાખંડમાં લગભગ ૨૦૦ ઝૂપડપટ્ટી નાં બાળકોને આજીવિકા માટે મદદ કરે છે. આ સાથે ૨૦૦ ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં પણ મદદ કરી રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *