આ ૮ અભિનેત્રીઓ પોતાની ફિલ્મનાં શુટિંગ દરમ્યાન થઈ ગઈ હતી પ્રેગ્નન્ટ, દર્શકોને પણ જાણ થઈ નહીં

આ ૮ અભિનેત્રીઓ પોતાની ફિલ્મનાં શુટિંગ દરમ્યાન થઈ ગઈ હતી પ્રેગ્નન્ટ, દર્શકોને પણ જાણ થઈ નહીં

બોલીવુડ અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ અને સુંદર અભિનય માટે જાણીતી હોય છે. આ અભિનેત્રીઓ પોતાની ફિલ્મ માટે ખુબ જ મહેનત કરે છે. ત્યાં સુધી કે બોલીવુડની આ અભિનેત્રીઓ માં ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમણે પોતાની પ્રેગનેન્સીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને તમને તેની પ્રેગ્નેન્સી વિશે ખબર પણ હશે. ચાલો આજે તમને જણાવીએ તે બોલીવુડ અભિનેત્રીઓ વિશે જે પ્રેગનેન્સીમાં પણ કામ કરતી રહી.

જયા બચ્ચન

આ લિસ્ટમાં સૌથી પહેલા નામ આવે છે દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચનની ફિલ્મ “શોલે” તો તમને યાદ હશે. જય-વીરુ ની જોડી થી લઈને બસંતી તમને બધાને આજે પણ યાદ હશે. આ સુપરહીટ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચન મુખ્ય પાત્રમાં હતી. પરંતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. એટલું જ નહીં ફિલ્મના સીન માં જયા બચ્ચનનો બેબી બંપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જયાનાં બેબી બંપને છૂપાવવાના પ્રયત્નો અસફળ રહ્યા. ફિલ્મ પછી જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન ના ઘરે પુત્રી શ્વેતાનો જન્મ થયો.

શ્રીદેવી

આ લિસ્ટ માં બીજા નંબરે બોલીવુડની ચાંદની એટલે કે શ્રીદેવી નું નામ છે. શ્રીદેવી ૧૯૯૭ રિલીઝ થયેલી ફિલ્મ જુદાઈ ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી. આ સમાચારથી બોલીવુડમાં ધમાલ મચી ગઈ હતી. કારણ કે જ્યારે શ્રીદેવી પ્રેગનેન્ટ થઇ ત્યારે શ્રીદેવી અને બોની કપુરના લગ્ન પણ થયા ન હતા અને તે કુંવારી હતી. પરંતુ જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ એજ વર્ષે તે બંનેએ લગ્ન કરી લીધા અને તેમના ઘરે પુત્રી જ્હાનવી કપુરનો જન્મ થયો.

કાજોલ

બોલીવુડની સુંદર અભિનેત્રી કાજોલ પણ શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી. ફિલ્મ કભી ખુશી કભી ગમ દરમિયાન કાજોલ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. પરંતુ તેનું મિસકેરેજ થઈ ગયું હતું. કાજોલ પણ ૨૦૧૦માં આવેલી ફિલ્મ વી આર ફેમિલી સમયે પ્રેગનેન્ટ થઇ ગઇ હતી અને તેની પ્રેગનેન્સીને લીધે ફિલ્મનું શૂટિંગ પણ અધૂરું રાખ્યું નહિ અને ફિલ્મ રિલીઝ થયા પછી તેમના ઘરે પુત્ર યુગ નો જન્મ થયો.

જુહી ચાવલા

બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલા પણ એક એવી અભિનેત્રી રહી છે, જે શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ હતી. જ્યારે બીજી વખત પ્રેગ્નેટ હતી ત્યારે તેમનું ફિલ્મ ઝંકાર બીટ્સ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. વાત એ છે કે તે ફિલ્મોમાં જુહી એક ગર્ભવતી મહિલાનું પાત્ર કર્યું હતું તે કારણથી લોકોને તેની અસલી પ્રેગ્નન્સી વિશે ખબર પડી નહીં.

હેમા માલિની

ડ્રીમ ગર્લ હેમા માલિની ની ફિલ્મ રજીયા સુલતાન ખુબ જ ચર્ચામાં રહી હતી. હેમા માલીનીએ પોતે તે ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ રજીયા સુલતાન નું શૂટિંગ થઇ રહ્યું હતું ત્યારે તેમની મોટી પુત્રી ઇશા દેઓલ તેમના પેટમાં હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન પણ ફિલ્મ હિરોઈન ના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી. પરંતુ પોતાની પ્રેગ્નન્સી ને લીધે તેમણે તેમના હાથથી આ ફિલ્મ જવા દીધી હતી. પોતાની પ્રેગનેન્સી પહેલા એશ્વર્યાએ ફિલ્મના અનેક શૂટ કર્યા હતા, પરંતુ પ્રેગનેન્સી ખબર સામે આવ્યા પછી મેકર્સે હિરોઈન માટે કરીના કપુરને પસંદ કરી.  આ કારણે તેમને ફિલ્મ છોડવી પડી હતી.

કરીના કપુર ખાન

બોલીવુડ બેબો કરીના કપુર સારી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેના માં બનવાની ખબર સામે આવી હતી. કરીનાએ ફિલ્મ પુરી કરી અને ત્યારબાદ તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થયો.

માધુરી દીક્ષિત

બોલીવુડની મોહિની અને ધક ધક ગર્લ ના નામથી મશહૂર અભિનેત્રી માધુરી દીક્ષિત નેને ની ફિલ્મ દેવદાસ દરમિયાન પ્રેગ્નેટ હતી. એટલું જ નહીં તેમણે ફિલ્મના એક ગીત હમ પે યે કિસીને હરા રંગ ડાલા માં ૩૦ કિલો નો લેંઘો પહેરી ડાન્સ કર્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *