આ ૭ રાશિઓ માટે વરદાન સાબિત થશે શુક્ર નો ઉદય, વધશે ધન-સંપત્તિ અને સમ્માન

આ ૭ રાશિઓ માટે વરદાન સાબિત થશે શુક્ર નો ઉદય, વધશે ધન-સંપત્તિ અને સમ્માન

દરેક પ્રકારનાં ભૌતિક સુખો ને પ્રદાન કરનાર શુક્રદેવ ૧૮ એપ્રિલ નાં મેષ રાશિમાં ઉદય થઈ રહ્યા છે. તેના ઉદય થવાની સાથે લગ્ન, ગૃહપ્રવેશ વગેરે માંગલિક કાર્યની શરૂઆત થઇ જશે. જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ નાં ઉદય થવા પર આ ૭ રાશિઓ ને શાનદાર પરિણામ પ્રાપ્ત થશે. આ ૭ રાશિઓ આ પ્રકારે છે.

મેષ રાશિ

તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરિવાર તથા પાડોશી સાથે સંબંધ મધુર રહેશે. લગ્ન સંબંધિત ચાલી રહેલ વાતમાં સફળતા પ્રાપ્ત થશે. દાંપત્યજીવનમાં મધુરતા રહે છે. સાસરા પક્ષ થી સહયોગ મળી રહેશે. વિદેશી કંપનીઓ માં સર્વિસ અથવા તો નાગરિકતા માટે કરવામાં આવેલ પ્રયત્ન સફળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

વૃષભ રાશિ

આ સમય દરમિયાન તમે ભૌતિક સુખ-સુવિધા ની વસ્તુઓ ની ખરીદી કરી શકો છો. સંતાન ની દરેક જવાબદારી સારી રીતે પૂર્ણ કરી શકશો. મકાન ની ખરીદી થઈ શકે છે. યાત્રા થી લાભ થશે. ધર્મ કર્મ તથા સામાજિક કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર નાં વિભાગો માં રોકાયેલા કાર્યો પૂર્ણ થશે.

મિથુન રાશિ

શુક્રનાં ઉદય થી તમને ઈચ્છા મુજબની સફળતા પ્રાપ્ત થશે.  આવક નાં સાધનોમાં વધારો થશે. સાથેજ ખર્ચમાં પણ વધારો થવાની સંભાવના છે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. નવ દંપતિને સંતાન પ્રાપ્તિનાં યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધોની બાબતમાં મધુરતા જળવાઈ રહેશે. તમે પ્રેમ લગ્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો સમય અનુકૂળ રહેશે.

કર્ક રાશિ

તમને શાસન સતા નો માં પૂરો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ નાં સહયોગથી દરેક કામ સરળતાથી પૂર્ણ થઇ શકશે. નેતાઓ સાથે તમારા સંબંધો મધુર બનશે. વેપારીઓ ને ગ્રહ ગોચર થી ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારનો નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેના માટે સમય અનુકૂળ રહેશે. જમીન-મકાન ની બાબતમાં વિવાદ ચાલી રહ્યો હશે તો તેનું  નિવારણ આવશે. ભૌતિક સુખ સાધનો માં વધારો થશે.

 તુલા રાશિ

લગ્ન વિવાહ સંબંધિત વાત સફળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારો તાલમેળ રહેશે. સંતાન તરફની ચિંતા દુર થશે. દૈનિક વેપારીઓ માટે સમય અનુકૂળ રહેશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

ધન રાશિ

શુક્રનો ઉદય તમારા માટે દરેક પ્રકાર થી ફળદાયી સિદ્ધ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. સંતાન સંબંધી ચાલી રહેલી પરેશાની દૂર થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પ્રેમ સંબંધોની બાબતમાં મધુરતા રહેશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી નાં સ્થળ પર તમારી  પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર નાં વિભાગો માં અટકાયેલા કામ પૂર્ણ થશે. પરિવાર નાં સભ્યો તથા ભાઈઓ સાથે સહયોગ મળી રહેશે.

મકર રાશિ

શુક્રનો ઉદય તમારા માટે વરદાન સમાન સાબિત થશે. તમને મરજી મુજબની સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકશે. વિવાહ સંબંધિત વાતમાં સફળતા પ્રાપ્ત થશે.  સરકારી વિભાગમાં સર્વિસ માટે કરવામાં આવેલ આવેદનમાં  સફળતાની સંભાવના વધારે રહેલી છે. મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે મકાન અને વાહનની ખરીદી કરવા ઈચ્છી રહ્યાં હોવ તો સમય અનુકૂળ રહેશે. શાસન સત્તાનો સહયોગ  મળી રહેશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *