ચાણક્ય નીતિ : આ ૬ પ્રકારનાં લોકો પાસે ક્યારેય પૈસા ટકતા નથી, આખું જીવન ગરીબીમાં પસાર થાય છે

આચાર્ય ચાણક્યને એક ન્યાયપ્રિય શિક્ષક, કથા શાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. તેઓ મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તે એક સાધારણ ઝુંપડીમાં રહેવું પસંદ કરતા હતા. સાથે જ તે ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતા. ચાણક્યએ પોતાના જીવનમાં મળેલા અનુભવોને એક પુસ્તક “ચાણક્ય નીતિ” માં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યનાં આ નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે અનેક નિતીઓનો ઉલ્લેખ છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં તે નીતિઓનું અનુસરણ કરે છે, તો તેમનું જીવન સુખમય બને છે. તેમણે એક શ્લોકનાં માધ્યમથી ૬ લોકો વિશે જણાવ્યું છે, જે ક્યારેય પણ ધનવાન નથી બની શકતા. આજે જણાવીશું તેમના વિશે.
શ્લોક
कुचैलिनं दन्तमलोपधारिणं बह्वाशिनं निष्ठुरभाषिणं च।
सूर्योदये चास्तमिते शयानं विमुञ्चतिश्रीर्यदि चक्रपाणि:।।
આ છ પ્રકારના લોકો ક્યારેય નથી બની શકતા ધનવાન
- ચાણક્યએ કહ્યું છે કે જે લોકો ગંદા વસ્ત્ર ધારણ કરે છે, તેમની પાસે લક્ષ્મી ક્યારેય નથી આવતી. જે લોકો ગંદકી પસંદ કરે છે અને પોતાની આજુબાજુ સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા તેમની ઉપર ધનની દેવી લક્ષ્મીની કૃપા નથી વરસતી. સાથે જ આવા લોકો સમાજને પણ પસંદ નથી આવતા અને તેમને અનેક નિરાદરનો સામનો કરવો પડે છે.
- આ શ્લોકમાં ચાણક્યએ એવું પણ કહ્યું છે કે જે વ્યક્તિ પોતાના દાંત સાફ નથી કરતા અને તેના પ્રત્યે વધુ ધ્યાન નથી આપતા, તેને ગરીબીનો સામનો કરવો પડે છે. આવા લોકોને લક્ષ્મી ત્યાગ આપે છે. જે લોકો રોજ દાંત સાફ કરે છે તેમની ઉપર લક્ષ્મીની કૃપા બની રહે છે.
- ચાણક્ય અનુસાર જે વ્યક્તિ ભૂખથી વધારે ભોજન ગ્રહણ કરે છે, તે ક્યારે ધનવાન નથી બની શકતા. દરિદ્રતા મનુષ્યને ધીરે-ધીરે ગરીબી તરફ લઈ જાય છે. સાથો સાથ જરૂરિયાત કરતાં વધારે ભોજન કરતાં વ્યક્તનું સ્વાસ્થ્ય પણ સારું નથી રહેતું, તે હંમેશા કોઈક ને કોઈક બીમારીમાં રહે છે .
- કડવી વાણી બોલતા લોકો હંમેશાં ગરીબીમાં રહે છે. ચાણક્ય અનુસાર દરેક વ્યક્તિએ મીઠું બોલવું જોઈએ અને જો પોતાની વાણીથી બીજાને મનદુઃખ થાય, તેનાથી લક્ષ્મી નારાજ રહે છે. કઠોર વાણી બોલતા લોકો પર લક્ષ્મીની કૃપા નથી રહેતી અને તેનો કોઈ મિત્ર પણ નથી રહેતો. તેવા લોકોના દુશ્મન પણ વધારે હોય છે અને તે હંમેશા દુશ્મનોથી ઘેરાયેલ રહે છે.
- જે વ્યક્તિ સવારેથી સાંજ સુધી સૂતો રહે છે, તે ક્યારેય ધનવાન નથી બનતો. ચાણક્ય અનુસાર જે લોકો સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ઊંઘ માં રહે છે. તેમની ઉપર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી, તે હંમેશા પૈસાની તંગીમાં રહે છે. કારણ વગર ઊંઘવું મનુષ્ય માટે હાનિકારક છે.
- તે ઉપરાંત આ લોકો ધનવાન નથી બનતા જે અન્યાય અને દગા થી પૈસા કમાતા હોય છે. આ રીતે પૈસા કમાતા લોકો વધારે દિવસ સુધી ધનવાન નથી રહી શકતા. ખૂબ જ જલ્દી તે લોકોથી લક્ષ્મી રિસાઈ જાય છે અને તે હંમેશા માટે કંગાળ થઈ જાય છે.