આ ૫ કારણોથી વધે છે તમારી પેટની ચરબી, જાણો પેટની ચરબી ઓછી કરવાના ઉપાયો

એક મોટી ફાંદ કોઈને પસંદ હોતી નથી. ફાંદ વધવાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન હોય છે. ફાંદ ને વૈજ્ઞાનિક ભાષા માં અબ્ડોમીનલ ઓબેસીટી કહેવામાં આવે છે. જેમાં પેટની આસપાસ ચરબી જમા થાય છે. જેના કારણે કમર પણ વધી જાય છે.ફાંદ નું વધવું એ બોડીમાં ફેટ ની અધિકતા પણ દર્શાવે છે. આમ તો બોડીમાં ફેટ પણ જરૂરી હોય છે. પરંતુ તે વધારે હોય તો હૃદયથી લઈને ડાયાબિટીસ સુધીની સમસ્યા પણ થઈ શકે છે. એવામાં આજે તમને ફાંદ વધવાના કેટલાક પ્રમુખ કારણ જણાવવા જઇ રહ્યા છીએ.
વધારે કેલરી
જરૂરતથી વધારે કેલરી લેવાને કારણે પણ તમારું વજન અને ફાંદ બંને વધી શકે છે. આ ઉપરાંત જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા પણ ધટતી જાય છે. તેથી તમારી ઉંમર અનુસાર કેલરી મેન્ટેન રાખવી જરૂરી છે.
બોડી ફેટ ડિસ્ટ્રીબ્યુશન માં પરેશાની
કેટલીક બાબતોમાં શરીરનાં હોર્મોન્સ બોડી નાં કેટલાક ખાસ સ્થાન પર જ જમા થાય છે. ઉદાહરણ તરીકે મેનોપોઝ બાદ મહિલાઓ નાં શરીર માં એસ્ટ્રોજન ની માત્રા ઓછી થવા લાગે છે. તેના કારણે તેના પેટની આસપાસ ફેટ જમા થવા લાગેછે. તેમજ પુરૂષોમાં ફેટ ડિસ્ટ્રીબ્યુશન નાં પ્રોબ્લેમને કારણે ફાંદ નીકળે છે.
જીન્સ નાં કારણે
ઘણીવાર જેનેટિક કારણો નાં લીધે શરીર નાં કેટલાક કિસ્સા માં ફેટ એકત્રિત થવા લાગે છે. પુરુષોના કેસમાં આ વસ્તુ પેટની આસપાસ થાય છે. જો તમારા ઘરમાં વડીલ પુરુષોને ફાંદની સમસ્યા છે તો જેનેટિક ના કારણે તમને પણ ફાંદ નીકળવાના ચાન્સ વધી જાય છે.લેર્પ્રીટન નામનું એક હોર્મોન્સ હોય છે જે શરીરને પેટ ભરાઈ જવાનો સંકેત આપે છે. જો શરીરમાં આ હોર્મોન્સની ઉણપ થઈ જાય છે. ત્યારે પેટ ભરાઈ ગયું તે મોડેથી મહેસૂસ થાય છે. તેના કારણે તમે વધુ ખાઈ લો છો. અને તમારી ફાંદ નીકળવા લાગેછે.
તણાવ
તમે માનો કે ન માનો, પરંતુ ફાંદ બહાર આવવા પાછળ તણાવ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. તણાવ નાં કારણે બોડીમાં કોટીસ્લ નામના હોર્મોનનું લેવલ વધી જાય છે. તે પેટની આસપાસ ફેટ જમા કરવા લાગે છે. આ ઉપરાંત બાઈપોલર ડીસઓર્ડેર અને સિજોફેનીયા પ્રોબ્લેમ ને કારણે ફાંદ બહાર આવે છે.