આ ૫ ભારતીય યુવતીઓ જે એક રાતમાં બની ગઈ સોશિયલ મીડિયા સ્ટાર, આજે છે તેમના લાખો ફેન્સ

તમે હંમેશા બોલિવૂડની લાઈમલાઇટ સાથે જોડાયેલા રહેતા હશો. હંમેશા લોકો બોલીવુડમાં પોતાનો સિક્કો અજમાવવાનું વિચારે છે, પરંતુ બોલિવૂડમાં લાંબા સમય સુધી રહેવું શક્ય નથી. ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, ત્યારે તમે બોલિવૂડમાં પગ રાખી શકો છો. પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમુક એવી ભારતીય યુવતીઓની, જેનું નસીબ રાતોરાત ચમકી ગયું અને તે સોશિયલ મીડિયાથી એટલી વાયરલ થઈ ગઈ કે તેમને લોકો એક સ્ટારની જેમ માનવા લાગ્યા. તો ચાલો જાણીએ તે યુવતીઓ વિશે, જે સામાન્ય હોવા છતાં પણ રાતોરાત સ્ટાર બની ગઈ.
પ્રિયા પ્રકાશ વોરિયર
અત્યારે આ લિસ્ટમાં તેમનું નામ સૌથી પહેલા આવે છે. કારણ કે તેમનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેમણે આંખોનાં ઈશારા કરતા લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા અને જોતાં-જોતાં ઈન્ટરનેટ ઉપર તેમનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ ગયો અને ના પણ કેમ થાય, કારણ કે તેમની અદા એટલી નિરાળી હતી લોકો તેમને શેર કરવાથી પોતાને રોકી શકતા ન હતા.
ઢીંચક પૂજા
ઢીંચક પૂજાનું નામ તો તમે જરૂરથી સાંભળ્યું હશે. જી હાં, એ તે છે જેણે પોતાનું એક અજીબો ગરીબ ગીત યૂટ્યૂબ ઉપર પોસ્ટ કર્યું હતું, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને સમયની સાથે તે ખૂબ જ મશહૂર થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા ઉપર તેમનું આ ગીત ખૂબ જ હિટ રહ્યું હતું. જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી અને લોકો તેને પસંદ પણ કરવા લાગ્યા હતા.
અવની ચતુર્વેદી
જો તમે સેના સંબંધિત થોડું પણ જ્ઞાન રાખો છો તો તમે ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી વિષે જરૂરથી ખબર હશે, જેમણે પોતાને એકલા ફાઈટર જેટ ઉડાવ્યું હતું અને દેશની પહેલી એવી મહિલા બની હતી જેમણે ફાઈટર જેટ ઉડાવ્યું હોય. ત્યારબાદ લોકો તેને ખૂબ જ ઓળખવા લાગ્યા હતા. કારણ કે તેમણે આ કામ પહેલી વખત કરીને બતાવ્યું હતું.
જાયરા વસીમ
દંગલ ગર્લ જાયરા વસીમ, જે આમિર ખાનની ફિલ્મ દંગલ માં રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ફોગાટ સિસ્ટર ઉપર બનેલી એક ફિલ્મ આમિર ખાને ખૂબ જ સારું કામ કર્યું હતું અને તેમાં જાયરા વસીમે સારું કામ કર્યું હતી. જેના લીધે લોકો તેને ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા હતા અને ત્યારબાદ તે મશહૂર થઈ ગઈ હતી.
હનીપ્રીત
તેમની કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. હનીપ્રીતને આજના સમયમાં દરેક વ્યક્તિ જાણે છે. કારણ કે બાબા રામ રહીમ ની મહિલા મિત્ર કહેવાથી હનીપ્રીત બાબા રામ રહીમ ની સાથે એક સમય પર ખૂબ જ મશહૂર હતી. બાબા રામ રહીમને લીધે લોકો તેને જાણવા લાગ્યા હતા.