આ ૩ વસ્તુઓ માનવજીવનને કરી શકે છે બરબાદ, ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહેલી વાત જે આજે થઈ રહી છે સાચી સાબિત

જીવન ખૂબ જ નાનું હોય છે. એવામાં દરેક ક્ષણને સારી રીતે જીવવું જોઇએ. ક્યારે કોઈને કાંઈ થઈ જાય તે કહી શકાતું નથી. તેથી જીવન માં દરેક સમયે સમજી વિચારીને આગળ વધવું જોઈએ. એક નાની એવી ભૂલ પણ તમારા જીવનને બરબાદ કરી શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે મનુષ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો આ ૩ વસ્તુ મનુષ્ય નાં સ્વભાવમાં આવી જાય તો તેનું જીવન બરબાદ થવાથી કોઈ રોકી શકતું નથી.
શ્રીમદ્ ભાગવતમાં પણ એ વસ્તુ વિશે જણાવવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે, શ્રીમદ ભાગવત હિન્દુ ધર્મમાં સૌથી મોટું અને પવિત્ર ગ્રંથ છે. આ ધર્મ ગ્રંથમાં ભગવાન શ્રીકૃષ્ણ એ સંસાર માં ધર્મ અનુસાર પોતાના કર્મ કરવાની સલાહ આપી છે. આ ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ એ કળિયુગ નાં માપદંડને ધ્યાનમાં રાખીને આપ્યો હતો. આ ઉપદેશો તમે આજના સમયમાં એક લાઈફ મેનેજમેન્ટ નાં રૂપમાં પણ જોઈ શકો છો. જો તમે શ્રીમદભાગવતમાં જણાવેલી આ નીતિઓ સમજીને તમારા જીવનમાં અપનાવો છો. તો તમારી ઘણી પરેશાનીઓ નું સમાધાન મળી શકે છે.
કામ ભાવના
એક વ્યક્તિ એ પોતાની કામ ભાવના પર નિયંત્રણ રાખવો જોઈએ. તમારા માટે તમારા જીવનસાથી જ બધું જ હોવા જોઈએ. તે ઉપરાંત કોઈ પુરુષ કે સ્ત્રી પર ખરાબ નજર નાખવી જોઈએ નહિ. કામ ભાવના એવી વસ્તુ છે જેના કારણે મનુષ્ય ખોટું કાર્ય કરી શકે છે. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ શકે છે. આ કામ ભાવના ના ચક્કરમાં તમે પૂરી જિંદગી ખરાબ કરી શકો છો. તેથી વ્યક્તિએ પોતાની કામ ભાવના પર કાબૂ મેળવી લેવો જોઈએ. જે પોતાના જીવનમાં કામ ભાવના પર કાબુ મેળવી લે છે. તેનું જીવન સુખી અને ચિંતામુક્ત થાય છે.
ક્રોધ
ક્રોધ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય છે. તે વાત તો તમે સાંભળી હશે. શ્રીમદભાગવતમાં આ વાતને સંમતિ આપવામાં આવી છે કે, વ્યક્તિને ક્રોધ આવવો એ સ્વાભાવિક છે. પરંતુ વધારે ક્રોધ થી નુકસાન થાય છે. હદ થી વધારે ક્રોધ કરવાથી વ્યક્તિ હમેશા પોતાના હોશ ખોઈ બેસે છે. અને ક્રોધ નાં આવેશમાં આવીને હંમેશા ભૂલ કરી બેસે છે. જેના કારણે પાછળથી પસ્તાવો થાય છે. આ ક્રોધ તેના જીવનને ખરાબ કરી શકે છે. અને મનુષ્ય એક પછી એક ખોટું કાર્ય કરવા લાગે છે.
લોભ
લોભ એટલે લાલચ પણ વ્યક્તિ માટે હાનિકારક હોય છે. આ લોભ નાં લીધે તે હંમેશા અનુચિત કાર્ય કરી શકે છે. અને તે જીવનની બરબાદી નું કારણ બની શકે છે. આ લોભ થી બચવા માટે તમારી અંદર સંતોષની ભાવના હોવી ખૂબ જરૂરી છે. બીજાની વસ્તુ અને ધન જોઇને તમારા મન માં લાલચ અને જેલેસી થવી જોઈએ નહીં. તેનાથી તમારું નુકસાન થઈ શકે છે.