આ ૩ રાશિઓ પર છે શનિની સાડાસાતી, શનિ જયંતી પર કરો આ ઉપાય, અશુભ પ્રભાવથી મળશે મુક્તિ

શનિદેવ ન્યાય નાં દેવતા છે. તે દરેક મનુષ્યને કર્મો નાં આધારે ફળ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સારા કામ કરે છે તો શનિદેવ નાં આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે. પરંતુ જે હંમેશાં ખોટા કામ કરે છે તેને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ દેવ ની ચાલ ખુબ જ ધીમી ગણવામાં આવે છે. શનિદેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. જેના કારણે શનિની ઢૈય્યા કે સાડાસાતી લાગે છે.
તમને જણાવી દઇએ કે, આ સમય દરમિયાન શનિ દેવતા સ્વયંની રાશિ મકર માં વક્રી છે. અને ધન, કુંભ અને મકર રાશિવાળા પર શનિની સાડાસાતીનો પ્રભાવ ચાલી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ હોય તેના કારણે પારિવારિક જીવન, આર્થિક ક્ષેત્રે અને કાર્યક્ષેત્રમાં સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. એવી સ્થિતિમાં કેટલાક ઉપાયો કરી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.
તમે જણાવી દઈએ કે, ૧૦ જૂન ૨૦૨૧ નાં શનિ જયંતિ આવી રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે શનિ દેવતા નો જન્મ થયો હતો. દર વર્ષે જેઠ માસની અમાસની તિથિ ને શનિ જયંતિ નાં રૂપમાં ઉજવવામાં આવે છે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે તે દિવસ ખૂબ જ શુભ ગણવામાં આવે છે. જો વિધિવિધાનપૂર્વક શનિ દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે તો ભગવાન નાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પરંતુ જીવનની માં જે પરેશાની ચાલી રહી હોય તેનાથી છૂટકારો મળે છે. જો તમે શનિ જયંતિ નાં દિવસે કેટલાક ઉપાયો કરો છો તો શનિની સાડાસાતી નાં પ્રભાવથી બચી શકો છો.
શનિદેવની કૃપા મેળવવા માટે કરો દાન
ધાર્મિક શાસ્ત્રોમાં અમાસ ની તિથી પર સ્નાન અને દાનનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ પાવન દિવસે દાન કરે છે તેને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમે શનિ જયંતી નાં દિવસે દાન કરો છો તો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ તમારે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે, શનિદેવની કૃપા એ લોકો પર થાય છે જે લોકો નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદ લોકોની સેવા અને દાન કરે છે. તેથી કોઈપણ વસ્તુનું દાન કરી રહ્યા હો તો નિસ્વાર્થ ભાવથી કરવું. તેનાથી તમને લાભ જરૂર પ્રાપ્ત થશે.
શનિ ચાલીસા નાં પાઠ કરવા
શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિની સાડાસાતી નાં અશુભ પ્રભાવથી બચવા માટે શનિ ચાલીસા નાં પાઠ જરૂર કરવા. તમારા ઘરમાં અથવા તો કોઈ પીપળા નાં વૃક્ષની નીચે શાંતિથી આસન ગ્રહણ કરી ને શનિ ચાલીસા નાં પાઠ કરવા. એવું કરવાથી શનિદેવ નાં અશુભ પ્રભાવથી છુટકારો મળે છે.
શનિ જયંતી પર આ મંત્રનાં જાપ કરવાથી અશુભ પ્રભાવથી મળે છે મુક્તિ
જો તમે શનિ જયંતી પર ન્યાય નાં દેવતા શનિદેવ ને પ્રસન્ન કરવા ઈચ્છતા હોવ તો આ મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તો એ સ્થિતિમાં શનિ દેવ નાં આ મંત્ર નાં જાપ કરવા.