ચાણક્ય નીતિ : આ ૩ લોકો પર હંમેશા મહેરબાન રહે છે માં લક્ષ્મીની કૃપા, ક્યારેય નથી થતાં કંગાળ

આચાર્ય ચાણક્યએ પોતાના જીવનમાં મળેલા અમુક અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. ચાણક્યનાં નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ છે. જો મનુષ્ય પોતાના જીવનકાળમાં આ નીતિઓનું અનુસરણ કરે છે, તો તેનું જીવન સુખમય બની જાય છે અને તેમાં અમુક વિશેષ નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવી લેવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તે વ્યક્તિ પર જળવાઈ રહે છે. તેવામાં તે વ્યક્તિને પોતાના જીવનકાળમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.
મહેનત કરવા વાળા પર
ચાણક્ય નીતિનું માનવામાં આવે તો માતા લક્ષ્મી મહેનતુ લોકોથી હંમેશા ખુશ રહે છે. જે લોકો પરીશ્રમી હોય છે અને પોતાની મહેનતથી આગળ વધવાની કોશિશ કરે છે, તેમના પર માતા લક્ષ્મીની કૃપા અવશ્ય વરસે છે. તેનાથી વિપરીત જે લોકો આળસુ હોય છે અને ઈચ્છા રાખતા હોય છે કે તેઓ બેઠા બેઠા અમીર બની જાય અને તેમના ઘરે ખુશીઓનો વરસાદ થાય, આવા લોકો ક્યારેય પણ અમીર બની શકતા નથી અને તેમના ઘરમાં ક્યારેય પણ ખુશીઓ આવતી નથી.
ઈમાનદાર લોકો
ચાણક્ય નીતિ અનુસાર માતા લક્ષ્મીના આશીર્વાદ ફક્ત ઈમાનદાર લોકો પર જ જળવાઈ રહે છે. જે લોકો ખોટું કરીને પૈસા કમાય છે અને અન્ય લોકોનો હક છીનવી લેતા હોય છે. તેમની પાસે ધન આવી જાય તો પણ લાંબો સમય સુધી ટકી શકતું નથી. વળી જે લોકો ઈમાનદારીથી ધન કમાય છે. તેમની પાસે ધન ભલે લાંબા સમય બાદ આવે પરંતુ આવે જરૂર છે અને આ લોકો ત્યારબાદ જીવનભર સુખ સુવિધાઓથી પરિપૂર્ણ રહે છે.
સત્યનો માર્ગ અપનાવવા વાળા લોકો
ચાણક્ય નીતિનું માનવામાં આવે તો જે લોકો સત્યના માર્ગ પર ચાલે છે, તે લોકો પર જ માં લક્ષ્મી પોતાની કૃપા વરસાવે છે. માનવતાનો ધર્મ નિભાવવા વાળા લોકો પર હંમેશા માં લક્ષ્મી પ્રસન્ન રહે છે. આવા લોકોના જીવનમાં અપાર પૈસા હોય છે અને તેમને ક્યારેય પણ આર્થિક તંગીમાંથી પસાર થવું પડતું નથી. તેમના જીવનમાં શાંતિ રહે છે અને સમાજમાં તેમની ઈજ્જત પણ રહે છે.