આ ૧૨ ટીવી સ્ટાર્સ એક્ટિંગ સિવાય પોતાનો સાઇડ બિઝનેસ પણ ચલાવે છે, કરે છે લાખોની કમાણી

આ ૧૨ ટીવી સ્ટાર્સ એક્ટિંગ સિવાય પોતાનો સાઇડ બિઝનેસ પણ ચલાવે છે, કરે છે લાખોની કમાણી

તે વાતમાં કોઈ શંકા નથી કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટાર્સની કારકિર્દી ઘણી લાંબી થઇ હોય. આજે જે સ્ટાર્સ દરેકનાં દિલ પર રાજ કરે છે તે ક્યારે ગુમનામીનાં અંધારામાં ખોવાઈ જાય કોઈ નથી કહી શકતું. તેવામાં અનેક સ્ટાર્સ સાઈડ બિઝનેસનો વ્યવસાય પસંદ કરે છે. ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં ઘણા એવા ટોપ સ્ટાર્સ છે, જે સિરિયલ માં અભિનય કરી રહ્યા છે અને સાથે જ સફળ ઉદ્યોગપતિ પણ બન્યા છે. આ સેલિબ્રિટી તેમના વ્યવસાયથી લાખોની કમાણી કરી રહ્યા છે. સાથે જ તેમણે તેમના પરિવારને આર્થિક સિક્યુરિટી પણ આપી છે.

દિવ્યાંકા ત્રિપાઠી

ટેલિવિઝન ક્વીન દિવ્યંકા ત્રિપાઠી ઇન્ડસ્ટ્રીઝની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે. દિવ્યાંકાની ભોપાલમાં ડાન્સ એકેડેમી છે અને તે એકેડેમી ગયા વર્ષે તેમની માતાએ ખોલી હતી. આ એકેડેમીનું નામ “દિવ્યંકા ડાન્સ એકેડેમી” છે, જેમાં દરેક ઉંમરના લોકોને ડાન્સ શીખવામાં આવે છે.

શાહીર શેખ

એક્ટર શહીર શેખ જાણીતા સ્ટાર્સ છે. શાહીર ઇન્ડોનેશિયામાં પણ ખુબ જ પોપ્યુલર છે. ઇન્ડોનેશિયામાં પોતાનો એક પ્રોડક્શન હાઉસ પણ છે.

અર્જુન બિજલાની

ટીવીનાં સૌથી પોપ્યુલર અને મોંઘા સ્ટાર્સ માંથી એક છે. અર્જુન બિજલાની સક્સેસફુલ કારકિર્દી હોવા છતાં પણ અર્જુન સાઈડ બિઝનેસ પણ કરે છે. મુંબઈમાં અર્જુન ની એક વાઇન શોપ છે. તે સિવાય બોક્સ ક્રિકેટ લીગ માં મુંબઈ ટાઈગર્સ ટીમનાં ઓનર પણ છે.

વિજેન્દ્ર કુમેરિયા

નાગિન-૪ માં દેવ પારેખનો લીડ રોલ પ્લે કરતા વિજેન્દ્ર ને પોતાનું પ્રોડક્શન હાઉસ છે. દબંગ પર ટીવી આવતા એક શો ને વિજેન્દ્ર પ્રોડ્યુસ કરે છે.

કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રા ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં કિંગ કોબરા નામથી ફેમસ છે. પંજાબનાં જાલંધર શહેરમાં કરણ કુન્દ્રાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર છે. તેની સાથે જ પોતાના પિતાની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં પણ કામ કરે છે. તેની કંપની શોપિંગ મોલ, ઓફિસ અને બીજી બિલ્ડીંગ બનાવે છે.

રોનિત રોય

બોલીવુડ અને ટીવીની દુનિયામાં જાણીતા રોનિત રોય સિક્યુરિટી ફર્મના માલિક છે અને તેમની કંપનીનું નામ એસ સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન છે. ઇન્ડસ્ટ્રીઝનાં અનેક દિગ્ગજ સ્ટાર્સની સિક્યુરિટી ફર્મની સેવાઓ લે છે.

મોહિત મલિક

હેન્ડસમ મોહિત મલિક સીરીયલ કુલ્ફી કુમાર બાજેવાલા સિકંદર સિંહ ગીરના રોલમાં જોવા મળ્યા હતા. મલિક મુંબઈમાં બે પોપ્યુલર રેસ્ટોરન્ટના માલિક છે, જેને તે પોતાની વાઈફ સિમ્પલ કૌરની સાથે મળી ચલાવે છે. તેમના રેસ્ટોરન્ટનું નામ હોમમેડ કેફ અને બીએચકે છે.

આશકા ગોરાડિયા

લાગી તુજસે લગન, મહારાણા પ્રતાપ અને બાલવીર જેવા શોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી આશ્કા ગોરડિયા પણ સફળ બિઝનેસવુમન બને છે. તે મુંબઈમાં એક આઉટલેટ Isayice ની માલકીન છે. એટલું જ નહીં Renee by Aashka નામથી એક આઈલેસ કંપની પણ ચલાવે છે. તેમની કંપનીની આઇલેશ ટીવી ની અનેક અભિનેત્રીઓ યુઝ કરે છે અને કંપનીના નામથી તે બ્યુટી પ્રોડક્ટ ની પૂરી રેન્જ લોન્ચ કરી ચૂકી છે.

અમીર અલી

પોપ્યુલર એકટર અમીર અલી હવે ટીવી સિરિયલમાં ઓછા જોવા મળે છે. અમીર મુંબઈમાં એક રેસ્ટોરન્ટ બસંતી ના માલિક છે. અમીરનું તે રેસ્ટોરન્ટ ખુબ જ ફેમસ છે, જે બોલીવુડ થીમ પર છે. ત્યાં હંમેશા સ્ટાર્સ આવતા જતા રહે છે.

સંજીદા શેખ

સંજીદા ટીવી સિરિયલ પછી પોતાનું ધ્યાન બોલિવૂડમાં કારકિર્દી બનાવવામાં લગાવી રહી છે. મુંબઈમાં સંજીદા બ્યુટી સલુન છે. જેનું નામ “Sanjeeda’s Parlour” છે. તે પાર્લર સંજીદા ની માતાનું સપનુ હતુ, જેને તેમણે પૂરું કર્યું છે.

રક્ષદા ખાન

ટીવી ની સફળ અભિનેત્રીઓમાં થી એક છે રક્ષદા ખાન. તે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સેલિબ્રિટી લોકર છે. તેમની કંપનીના પ્રોફેશનલ અને સેલિબ્રિટીઝ ઇવેન્ટ્સ હોસ્ટ કરે છે.

ગૌતમ ગુલાટી

બીગ બોસ વિનર અને ટીવી એક્ટર ગૌતમ ગુલાટી પણ સફળ બિઝનેસમેન છે. તે દિલ્હીમાં એક નાઇટ ક્લબના માલિક છે. તેમના નાઇટ ક્લબનું નામ RSVP છે, જે યંગસ્ટર્સ વચ્ચે ખુબ જ પોપ્યુલર છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *