૮૫ વર્ષનાં વડીલે ૪૦ વર્ષનાં દર્દીને આપી દીધો પોતાનો બેડ, કહ્યું મેં તો જિંદગી જીવી લીધી તેના બાળકો અનાથ થઈ જશે

કોરોના મહામારી ની વચ્ચે નાગપુરમાં એક એવી ખબર સામે આવી છે. જેણે માનવતા નું ઉદાહરણ કાયમ કર્યું છે ૮૫ વર્ષીય નારાયણ ભાવરાવ એ એ કહેતા એક યુવક માટે પોતાનો બેડ ખાલી કરી આપ્યો હતો કે, મેં મારું જીવન જીવી લીધું છે. પરંતુ તે વ્યક્તિની પાછળ આખો પરિવાર છે. તેના બાળકો અનાથ થઈ જશે. જ્યારે નારાયણ ભાવરાવ હોસ્પિટલ છોડી ત્યારબાદ ૩ દિવસ પછી તેણે આ દુનિયા પણ છોડી દીધી.
પોતાનો ઓક્સિજન બેડ આપીને ઘરે આવી ગયા હતા
મહારાષ્ટ્ર નાં નાગપુર નાં નારાયણ ભાવરાવ હોસ્પિટલમાં દાખલ હતા તે દરમ્યાન એક મહિલા ૪૦ વર્ષનાં પોતાના પતિને લઈને હોસ્પિટલમાં પહોંચી હતી. પરંતુ હોસ્પિટલમાં જગ્યા ન હોવાને કારણે તેને દાખલ કરવા માટે મનાઈ કરી દેવામાં આવી હતી. કારણ કે કોઈ બેડ ખાલી ન હતા. પરંતુ મહિલા ખૂબ જ વિનંતી કરવા લાગી એ સમય દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થયેલ નારાયણ ભાવરાવ આ બધું જોઈ રહ્યા હતા. ત્યારે તેમણે ૪૦ વર્ષ નાં વ્યક્તિની તકલીફ જોઈને તેનાથી તે વ્યક્તિની તકલીફ જોવાય નહીં. તેણે પોતાનો ઓક્સિજન બેડ તે વ્યક્તિ ને આપી પોતે ઘરે ચાલ્યા ગયા હતા. જે બેડ તેમને ખૂબ જ મહેનત બાદ મળેલ હતો.
હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ ૩ દિવસ બાદ થયું તેમનું નિધન
નારાયણ ભાવરાવ ની વિનંતીને માની અને હોસ્પિટલ નાં પ્રશાસને તેમની પાસે એક કાગળ પર લખાવ્યું કે, હું મારો બેડ બીજા દર્દીને સ્વેચ્છાએ થી ખાલી કરીને આપું છું. ત્યારબાદ પોતે ઘરે આવી ગયા હતા. પરંતુ તેમની તબિયત બગડવા લાગી હતી અને ત્રણ દિવસ બાદ તેમનું નિધન થઈ ગયું. જાણકારી મુજબ તેમને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. તેનું ઓક્સીજન ૬૦ સુધી રહેતું હતું. તેમના દીકરી અને જમાઈ ઇન્દિરા ગાંધી શાસકીય હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ખૂબ જ મહેનત બાદ તેમને બેડ મળ્યો હતો. પરંતુ નારાયણ ભાવરાવ હોસ્પિટલથી ઘરે આવી ગયા હતા. જેથી એક યુવક ને બેડ મળી શકે. તેઓ આર એસ એસ સાથે જોડાયેલા હતા. નારાયણ ભાવરાવ નાં આ સારા કામની હવે દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.