સની દેઓલ ૫૭ વર્ષની ઉંમરે પોતાનાથી ૩૮ વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે સીન કરતાં સમયે ભાન ગુમાવી બેઠા હતા

સની દેઓલ ૫૭ વર્ષની ઉંમરે પોતાનાથી ૩૮ વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે સીન કરતાં સમયે ભાન ગુમાવી બેઠા હતા

હિન્દી સિનેમાની અભિનેત્રીઓ કરતાં અભિનેતાઓની લાંબી કારકિર્દી હોય છે. એક ઉંમર પછી જ્યાં અભિનેત્રીઓ અભિનયથી દુર થઈ જાય છે અથવા તેમને મુખ્ય અભિનેત્રીની ભુમિકા નથી મળતી, ત્યાં અભિનેતાઓ પણ તેમના કરતા ઘણા વર્ષો નાની અભિનેત્રીઓ સાથે રોમાંસ કરે છે. તેનો સરળ અર્થ એ છે કે બોલીવુડમાં અભિનેતા ગમે તેટલો જુનો હોય, પછી ભલે તે વાંધો નથી. ઘણા કલાકારો તેમના બાળકોની ઉંમરની અભિનેત્રીઓને રોમાંસ કરવામાં પણ પાછળ નહોતા. આ યાદીમાં હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સની દેઓલનું નામ પણ શામેલ છે.

સની દેઓલ બોલીવુડનાં સિનિયર એક્ટર છે. તેમણે ૮૦ અને ૯૦નાં દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા તરીકે સની દેઓલ ૩૮ વર્ષથી બોલીવુડમાં સંકળાયેલી છે. તેમની પહેલી ફિલ્મ ૧૯૮૩માં આવી હતી, જેનું નામ “બેતાબ” હતું અને તે હિટ રહી હતી. આ ફિલ્મમાં તેમની હીરોઇન અમૃતા સિંહ હતી.

સની દેઓલે તેની લાંબી કારકિર્દીમાં એક્શન અવતાર સાથે ખુબ ધુમ મચાવી હતી. સની દેઓલે તેના જમાનાની લગભગ દરેક અભિનેત્રી સાથે કામ કર્યું છે. પરંતુ જ્યારે સની દેઓલ પોતાના કરતા ૩૮ વર્ષ નાની અભિનેત્રી સાથે મોટા પડદે રોમાંસ કર્યો હતો, ત્યારે સનસનાટી મચી ગઈ હતી. તે પણ એક એવી અભિનેત્રી જેની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી અને તે બોલીવુડમાં બિલકુલ નવી હતી.

અમે તમારી સાથે અભિનેત્રી ઉર્વશી રૌતેલા વિશે વાત કરી રહ્યા છીએ. ઉર્વશી અને સની દેઓલે “સિંહ સાબ ધ ગ્રેટ” નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં રિલીઝ થઈ હતી. બંને કલાકારો મુખ્ય ભુમિકામાં હતા. રસપ્રદ વાત એ છે કે ફિલ્મ દરમિયાન સની દેઓલની ઉંમર ૫૭ વર્ષની હતી, જ્યારે ઉર્વશીની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. બંને વચ્ચે ઉંમરનું અંતર ૩૮ વર્ષનું હતું. ફિલ્મમાં દુશ્મનોનો પરસેવો છોડાવી દેનાર ઉર્વશી રૌતેલા સાથે એક સીન કરવા માટે ખુદ સની દેઓલને પરસેવો પડી ગયો હતો.

૨૦૧૩માં આવેલી ફિલ્મ “સિંહ સાબ ધ ગ્રેટ” નું દિગ્દર્શન અનિલ શર્માએ કર્યું હતું. સનીએ આ ફિલ્મમાં સરંજીત સિંહની ભુમિકા ભજવી હતી અને ઉર્વશીએ મિન્ની ની ભુમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને અમૃતા રાવે પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં સની દેઓલ અને ઉર્વશી વચ્ચે અત્યંત ગ્લેમરસ સીન જોવા મળ્યો હતો. તે જોઈને દર્શકો ચોંકી ગયા હતા.

ઉર્વશી સાથે ખુબ જ ગ્લેમરસ સીન આપ્યા બાદ એક ઇન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યું હતું કે તે ઉર્વશી સાથે ગ્લેમરસ દ્રશ્યો આપવામાં તેમણે પરસેવો પડી ગયો હતો. સનીનાં જણાવ્યા અનુસાર આ સીન ઘણી વખત રિટેક લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ અંતિમ શોટ મળી આવ્યો હતો.

૨૦૧૩માં આવેલી ફિલ્મ “સિંહ સાબ ધ ગ્રેટ” માં સની અને ઉર્વશીનાં રોમેન્ટિક અંદાજે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બંને કલાકારોનાં દ્રશ્યએ સોશિયલ મીડિયા પર પણ ખુબ પ્રસંશા મેળવી હતી. આ ફિલ્મ ખાસ કંઈ કરી શકી નહીં, પરંતુ સની દેઓલ અને ઉર્વશી રૌતેલાનાં ગ્લેમરસ સીને ધુમ મચાવી હતી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *