૫ કરોડ ફી લે છે અને ૧૪૨ કરોડની માલિક છે આ સુંદર એક્ટ્રેસ, છતાં પણ ૩૮ વર્ષની ઉંમરે હજુ પણ કુંવારી છે

બોલીવુડ ની જેમ દેશભરમાં ધીરે ધીરે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ આગળ વધી રહી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના એક્શન અને સ્ટોરીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મોની જેમ લોકો સાઉથની ફિલ્મો પણ જોવે છે. તેમની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીઝ બીજી એક ચીજ માટે પ્રખ્યાત છે અને તે છે સાઉથની અભિનેત્રીઓ. સાઉથની હસીનાઓની પોતાની લોકપ્રિયતા એટલી છે કે બોલિવુડના મોટા મોટા ફિલ્મ નિર્માતા તેમણે પોતાની ફિલ્મમાં કામ કરવા માટે મોઢે મંગેલી કિંમત આપવા માટે તૈયાર રહે છે.
આજે તમને સાઉથની એવી સુંદર અભિનેત્રી વિશે જણાવીશું, જે કરોડપતિ અને સુંદર હોવા છતાં પણ આજ સુધી કુંવારી છે, જેના વિશે તમે પણ જાણવા માટે ઉત્સુક હશો. અહીં વાત કરી રહ્યા છીએ સાઉથની સૌથી મોટી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વિશે. આ અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મોની સાથે જ અનેક તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરેલું છે. અનુષ્કા શેટ્ટીની કારકિર્દી વિશે વાત કરીએ તો અનુષ્કા શેટ્ટી ૨૦૦૫માં પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ “સુપર” થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે નાગાર્જુન અને આયેશા ટાકિયા પણ હતા.
આ વર્ષે તેમની એક ફિલ્મ “મહા નંદી” રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની સાથે શ્રીહરિ અને સુમંત જોવા મળતા હતા. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મો અને સફળતા મેળવી છે. અનુષ્કાએ વર્લ્ડ ફેમસ બાહુબલી ફિલ્મનાં બન્ને પાર્ટ માં મુખ્ય પાત્રમાં જોવા મળી છે. બાહુબલી ની જબરજસ્ત સફળતા પછી અનુષ્કા હવે સાઉથની સૌથી મોંઘી અભિનેત્રી બની ગઇ છે.
ફિલ્મ “જજમેન્ટલ હૈ ક્યા” નાં ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી ની સાથે અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈને ખૂબ જ સમાચાર સામે આવ્યા હતા. આ ખબર ઉપર ત્યારબાદ અનુષ્કાએ કહ્યું હતું કે આ માત્ર અફવા છે. અભિનેત્રી અનુષ્કા શેટ્ટી એક ઇવેન્ટ દરમિયાન પ્રકાશની સાથે રિલેશનશિપ અને લગ્નની ઉડેલી આફવાની વાત કરી હતી. અનુષ્કાએ કહ્યું હતું કે આ ખબરોમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું હતું કે મને ખબર નથી બધા કેમ મારા લગ્ન પાછળ આટલા પડ્યા છે.