૨૮ મે નાં મિથુન રાશિમાં ગોચર થયું શુક્ર ગ્રહ નું, આ રાશિના જાતકોને મળશે સફળતા

શુક્ર ગ્રહ ૨૮ મે નાં ૧૧ કલાક અને ૫૭ મિનીટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે આ ગ્રહ વૃષભ રાશિમાં છે. શુક્ર ગ્રહ નાં આ ગોચર થી ૧૨ રાશિ પર તેનો પ્રભાવ જોવા મળશે. આ રાશિના જાતકોના જીવનમાં ઘણા પરિવર્તનો જોવા મળશે. ઘણી રાશિઓ પર શુક્ર ગ્રહ નાં ગોચર ની શુભ અસર જોવા મળશે. જ્યારે કેટલીક રાશિઓ પર તેનો ખરાબ પ્રભાવ પડશે. જાણો તમારી રાશિ પર તેનો કેવો રહેશે પ્રભાવ.
મેષ રાશિ
આ ગ્રહ આ રાશિનાં ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ગોચર ની મેષ રાશિ પર તેનો સારો પ્રભાવ જોવા મળશે. પરિવાર નાં સભ્યો સાથે સંબંધો સુધરશે. ધર્મ અને અધ્યાત્મ માં તમારી રૂચી માં વધારો થશે. લગ્ન વિવાહ સંબંધી વાતમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ધન લાભ નાં યોગ બની રહ્યા છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જમીન-મકાન સંબંધી બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. સામાજિક જવાબદારી માં વધારો થશે અને તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે.
મિથુન રાશિ
શુક્ર નાં ગોચર થી તમને સુખદ પરિણામ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સબંધી સમસ્યા દૂર થશે. તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થશે. પરિવાર નાં સભ્યો સાથે પ્રેમ વધશે. સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે.
કર્ક રાશિ
આ ગોચર નો કર્ક રાશિ પર સારો પ્રભાવ જોવા મળશે નહીં. ખર્ચ માં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે નહિ. પ્રેમ સંબંધમાં ખટાશ આવશે.
સિંહ રાશિ
કોઈ પણ કામ કરવા માટે સમય ઉત્તમ રહેશે. આ દરમિયાન કરવામાં આવેલ કાર્યથી સારું પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
આ રાશિ ને ગોચર નું શુભ પરિણામ પ્રાપ્ત થશે. વેપારીઓ માટે સમય અનુકૂળ રહેશે. દરેક તરફથી ધનલાભ થશે. પરિવાર નાં સભ્યોની મદદ મળી રહેશે. સંતાનસુખ ની પ્રાપ્તિ થશે.
તુલા રાશિ
નોકરીમાં પરિવર્તન માટે સમય ઉતમ રહેશે. પરિવારમાં માંગલિક કાર્ય આયોજન થઈ શકશે. દાન-પુણ્યથી લાભ થશે. વિદેશ યાત્રા નાં યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિ
સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પરંતુ સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે નહી. આંખ સાથે જોડાયેલ કોઈ સમસ્યા થઈ શકે છે. ચર્મ રોગ થી સાવધાન રહેવું.
ધન રાશિ
દામપત્ય જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ વિવાહ નાં યોગ બની રહ્યા છે. જમીન મકાન સાથે જોડાયેલ કાર્ય સંપન્ન થશે. તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થઇ શકશે.
મકર રાશિ
આ ગોચર નું મિશ્રિત પરિણામ જોવા મળશે. ધન સાથે જોડાયેલી દરેક પરેશાનીઓ દુર થઈ શકે છે. આ દરમ્યાન કર્જ આપવાથી બચવું. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સો વાર વિચારવુ.
કુંભ રાશિ
વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે સમય ઉત્તમ રહેશે. તમારા વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થશે. પરિવારનો સહયોગ મળશે. વિવાહ નાં યોગ બની રહ્યા છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં વડીલોની સલાહ અવશ્ય લેવી.
મીન રાશિ
માનસિક અશાંતિ દૂર થશે. મકાન વાહન ખરીદવા માટે સમય અનુકૂળ છે. જમીન મકાન સાથે જોડાયેલ કાર્ય સંપન્ન થશે. બાળકો તરફથી સુખ પ્રાપ્ત થશે.