૨૫ વર્ષ પહેલા માધુરીની ફિલ્મ પ્રેમ ગ્રંથ માં બાળકી દેખાતી, આજે દેખાય છે ખુબજ હોટ જુઓ તસ્વીરો

૨૫ વર્ષ પહેલા માધુરીની ફિલ્મ પ્રેમ ગ્રંથ માં બાળકી દેખાતી, આજે દેખાય છે ખુબજ હોટ જુઓ તસ્વીરો

માધુરી દીક્ષિત અને ઋષિ કપૂર ૨૫ વર્ષ પહેલા એક ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નામ ‘પ્રેમગ્રંથ’ હતું. આ ફિલ્મ તે સમયની સૌથી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ ૨૪ મે ૧૯૯૬ નાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને ઋષિ કપૂર સિવાય અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સ્ટાર્સ આજે ઘણા બધા બદલાઈ ગયા છે. તેમાંથી ઘણા ને તમે ઓળખી શકશો પણ નહીં. અને તેવા ઘણા કલાકારો પણ હતા જેમણે હવે આ દુનિયાને અલવિદા કહ્યું છે.

તે સમયે આ ફિલ્મમાં એક બાળ કલાકાર પણ હતી. જે હવે ઘણી બદલાઈ ગઈ છે. તે અભિનેત્રીનું નામ સલોની ચોપડા છે. સલોની હવે અભિનયની દુનિયામાં સક્રિય છે. અને ઘણી વખત તે બોલ્ડ ફોટા સાથે સોશિયલ મીડિયા ઉપર આગ લગાવે છે. આ અભિનેત્રી એમટીવી ગર્લ્સ ઓન ટોપ માં ઈશા જયસિંહ ના પાત્ર માટે જાણીતી છે. હવે આ અભિનેત્રી તેના જૂના દિવસો યાદ કરી રહી છે. તે ૨૫ વર્ષ પાછળ ગઈ છે. માધુરી દીક્ષિતે ફિલ્મ પ્રેમ ગ્રંથ નાં રીલિઝ નાં ૨૫ વર્ષ પુરા થવા પર સેટ નાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા.

આ ફોટામાં સલોની બાળ કલાકાર રૂપમાં અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે જોવા મળી છે. માધુરી ની આ પોસ્ટને સલોની ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિપોસ્ટ કરી છે. તેની સાથે જ સલોની ચોપડાએ લખ્યું છે, તમારી લાડકી આજે પણ ક્યુટ છે કે નહીં ? જ્યારે માધુરી દીક્ષિતે આ ફોટો પોસ્ટ કર્યો. ત્યારે હું એટલી ખોવાઈ ગઈ કે, તેને એડિટ કરવાનું પણ ભૂલી ગઈ.

તેની સાથે જ અભિનેત્રી સલોની એ સેટ પર માધુરી સાથે જે બન્યું તે યાદ કરીને લખ્યું. ફન ફેક્ટ : મારું હુલામણું નામ ટીના અને પહેલા નું નામ સલોની છે મારા ઘરમાં કોઈ મને સલોની થી બોલાવતું નથી બાળપણમાં મને ખબર ન હતી કે, મારે બંને નામની સાથે પોતાને રજૂ કરવી પડશે. જ્યારે હું લોકોને મળી ત્યારે મારે કહેવું પડ્યું મારું નામ ટીના અને સલોની છે.

સલોની એ એમ પણ કહ્યું હતું કે, જ્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત તેમની પાસે આવતી હતી ત્યારે ટીના ને પૂછતી હતી તારું નામ શું છે ? હું થોડું વિચારતી અને ત્યારબાદ તેમને કહેતી હતી ટીના પછી તે મને કહેતા હતા કે, આ નહિ બીજું નામ શું છે ઘણીવાર હું ગુસ્સામાં કહેતી કે હું માત્ર સલોની છું માધુરી દીક્ષિત તેની ઉપર ફરીથી હસતા હતા અને કહેતા હતા કે, આ નહિ બીજું નામ શું?

સલોની ચોપડાનો જન્મ દિવસ ૩ ઓગ્ષ્ટ ૧૯૯૧ થયો હતો. જ્યારે હવે તેમની ઉંમર 30 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મ પ્રેમગ્રંથ માં જ્યારે તેમણે કામ કર્યું હતું ત્યારે તેની માત્ર ૬ વર્ષની ઉંમર હતી. સલોની ચોપડા એક મોડલ છે. અને તે ૨૦૧૮ માં મીટુ મુવમેન્ટ નો ભાગ બની હતી. સલોની એ ડાયરેક્ટર સાજીદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નો સંગીન આરોપ લગાવ્યો હતો.

આ ફિલ્મમાં ઘણા મોટા મોટા કલાકાર પણ હતા. ઋષિ કપૂર, શમ્મી કપૂર , ઓમપુરી, અનુપમ ખેર , અને પ્રેમ ચોપડા એ પોતાનો અભિનય બતાવ્યો હતો. આ ફિલ્મ ના આ ફેમસ કલાકાર માં ઋષિ કપૂર શમ્મી કપૂર અને ઓમપુરી જેવા અભિનેતા હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *