૨૩ મે થી શનિદેવ બદલી રહ્યા છે પોતાની ચાલ, આ રાશિવાળા લોકોની ઉલટી ગણતરી શરૂ, આ છે બચવાના ઉપાયો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ની ઉલટી ચાલ કેટલીક રાશિના લોકો માટે શુભ નથી. શનિ ની ઉલટી ચાલ ને વક્રી ચાલ કહેવામાં આવે છે. ૨૩ મે થી શનિદેવની વક્રી ચાલ શરૂ થઈ જશે જે ૧૪૧ દિવસ સુધી વક્રી રહેશે. ૨૩ મે થી લઈને શનિ ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ સુધી વક્રી રહેશે. જે કેટલીક રાશિના જાતકો માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે.
શનિનું વક્રી થવાથી શનિની ઢૈયા અને સાડાસાતીથી પીડીત જાતકોને નુકસાન થઈ શકે છે. એવામાં આ સમય દરમિયાન ખૂબ જ સંભાળીને રહેવાની જરૂર રહે શે. જોકે કેટલાક વિશેષ ઉપાયોની મદદથી તેમાં રાહત પણ મળી શકે છે. જ્યોતિષશાસ્ત્ર માં કેટલાક ખાસ ઉપાયો જણાવવામાં આવ્યા છે. પરંતુ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે, શનિની ઢૈયા અને સાડાસાતી થી કઈ કઈ રાશિઓ પીડિત છે.
શનિની ઢૈયા થી પીડિત રાશિઓ
શનિની ઢૈયા થી પીડિત રાશિઓ મિથુન અને તુલા છે. જણાવી દઈએ કે, મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયા થી લગભગ એક વર્ષ બાદ છૂટકારો મળશે. આ રાશિના જાતકોને ૨૯ એપ્રિલ ૨૦૨૨ માં મુક્તિ મળી જશે. સાથે જ વૃશ્ચિક અને કર્ક રાશીના જાતકો તેનાથી પીડિત થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે, શનિની ઢૈયા થી પીડિત જાતકો માનસિક રૂપથી પરેશાન રહે છે. અને તેને દરેક કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે.
શનિની સાડાસાતીથી પીડિત રાશિઓ
શનિની સાડાસાતી પીડિત રાશિ ધન, કુંભ અને મકર છે. કુંભ રાશિવાળા લોકો પર શનિની સાડાસાતી નું પહેલું ચરણ ચાલી રહ્યું છે. જ્યારે મકર રાશિના જાતકો પર બીજું ચરણ ચાલી રહ્યું છે અને ધન રાશિના જાતકો પર અંતિમ ચરણ ચાલી રહ્યું છે. જે લોકો શનિની સાડાસાતી પીડિત રહે છે તેને શારીરિક અને માનસિક પરેશાની સાથે આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે. શનિની સાડાસાતીથી મકર અને કુંભ રાશિના જાતકોને છુટકારો મળવામાં સમય લાગશે તેમ જ ધન રાશિના જાતકોને શનિની સાડાસાતી માંથી ૨૯ એપ્રિલ ૨૦૨૨ નાં મુક્તિ મળી જશે.
આ પ્રકારે શનિ ને કરો મજબૂત
જો તમે પણ આ રાશિના જાતકો છો અને શનિની સાડાસાતી કે શનિની ઢૈયા પીડિત છો. અને આ સમયે મુશ્કેલ સમય નો સામનો કરી રહ્યા હોવ તો શનિ ને મજબૂત કરવા માટે આ ઉપાયો કરવા.
- શનિવાર નાં દિવસે ‘ॐ प्रां प्रीं प्रौं स:’ આ મંત્ર નાં જાપ કરવા ઓછામાં ઓછી ત્રણ માળા ના જાપ અવશ્ય કરવા. તેમ જ પીપળા નાં વૃક્ષ પર જળ અર્પણ કરવું. અને પીપળા નાં વૃક્ષની પાસે બેસી ૧૦૮ વાર શનિ મંત્રનો જાપ કરવો. તમને થોડી રાહત થશે.
- દરરોજ મહા મુત્યુ જય નાં જાપ અને ૐ નમઃ શિવાય નાં જાપ કરવા તમારા માટે ફાયદાકારક રહેશે.