૨૦ વર્ષ પછી આટલી બદલાઈ ચૂકી છે મોહબ્બતે ફિલ્મની અભિનેત્રી પ્રીતિ, હવે છે બે બાળકોની માતા

૨૦ વર્ષ પછી આટલી બદલાઈ ચૂકી છે મોહબ્બતે ફિલ્મની અભિનેત્રી પ્રીતિ, હવે છે બે બાળકોની માતા

બોલિવુડની અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની આજે પોતાના ૪૦ વર્ષના જન્મદિવસની ઉજવણી કરી રહી છે. લાઇમલાઇટથી દૂર રહેવાવાળી આ અભિનેત્રી વિશે ભાગ્યે જ તમે લોકોએ સાંભળ્યું હશે. જો એવું છે તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આખરે કોણ છે આ અભિનેત્રી ? તમે બધા લોકોએ મોહબ્બતે ફિલ્મ તો જોઈ જ હશે. આ ફિલ્મમાં અભિનેતા જીમ્મી શેરગીલની ઓપોઝિટ જે અભિનેત્રી હતી તે પ્રીતિ ઝંગિયાની છે. ૧૮ ઓગસ્ટ ૧૯૮૦ના રોજ મુંબઈનાં એક સિંધી પરિવારમાં જન્મ લેનાર પ્રીતિ આજે ૪૦ વર્ષની થઈ ગઈ છે. આ ખાસ અવસર પર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે અભિનેત્રીનું ફિલ્મી કારકિર્દી.

પ્રીતિ પહેલીવાર રાજશ્રી પ્રોડક્શનના મ્યૂઝિક આલ્બમમાં “યે હે પ્રેમ” મા અભિનેતા અબ્બાસની સાથે જોવા મળી હતી. આ આલ્બમના બે ગીતો “છૂઇ મૂઈ સી તુમ લગતી હો” અને “કુડી જચ ગઈ” ખુબ જ લોકપ્રિય થયા હતા. આ આલ્બમની સફળતા બાદ પ્રીતિને નિરમા પાવડર નાં વિજ્ઞાપન સહિત બીજી ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. જોકે તેમને એક્ટિંગની દુનિયામાં કંઈ ખાસ સફળતા મળી શકી નહિ. આ જ કારણથી તેમણે લગ્ન કરીને પોતાનું ઘર વસાવવાનું નિર્ણય કરી લીધો.

પ્રીતિએ વર્ષ ૨૦૦૮ માં આ મોડલ સાથે કર્યા હતા લગ્ન

મહત્વપૂર્ણ વાત છે કે પ્રીતિ ઝંગિયાનીએ વર્ષ ૨૦૦૮ માં મોડલ અને અભિનેતા પ્રવીણ ડબાસ સાથે લગ્ન કરી લીધા હતા. વર્ષ ૨૦૧૧માં તેમણે પોતાના પહેલા દિકરા જયવિર ને જન્મ આપ્યો હતો. તેના પાંચ વર્ષ પછી પ્રીતિએ પોતાના બીજા પુત્ર દેવને જન્મ આપ્યો. ત્યારબાદ અભિનેત્રી સંપૂર્ણ રીતે પોતાના ઘરના કામોમાં વ્યસ્ત બની ગઈ. જણાવી દઈએ કે પ્રીતિ પોતાના પતિ પ્રવીણ ડબાસ સહિત તેમના પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે અને પોતાનો પૂરો સમય બાળકોના પાલન પોષણમાં વિતાવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્રીતિએ પ્રવીણ સાથે લગ્ન કરતા પહેલા ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ભાઈ મુસ્તાક સાથે સગાઈ કરી હતી. જોકે અમુક કારણોના લીધે આ સગાઈ તૂટી ગઈ હતી. પરંતુ ખાસ વાત એ હતી કે આ સગાઈ તૂટ્યા બાદ પણ બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા નહોતા.

પ્રીતિનું ફિલ્મી કરિયર

પ્રીતિએ પહેલીવાર વર્ષ ૧૯૯૯ માં મલયાલમ ફિલ્મ મજાવીલ્લુથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા કુંચાકો બોવન એ કામ કર્યું હતું. ત્યારબાદ તેમની તેલુગુ ફિલ્મ થમ્મુડુંમાં પણ જોવા મળી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી પ્રીતિએ બોલિવૂડની તરફ પ્રયાણ કર્યું હતું.

મોહબ્બતે તેમની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મમાં પ્રિતીની એક્ટિંગની પણ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૨ માં “આવારા પાગલ દિવાના” અને “વાહ તેરા કયા કહેના” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જોકે આ બધી ફિલ્મોમાં બીજા મોટા અભિનેતા પણ હતા અને પ્રીતિના પાત્રને કોઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નહોતું.

વર્ષ 2005માં પ્રીતિ ઝંગિયાની ની એક ફિલ્મ આવી હતી. જેનું નામ હતું “ચાહત: એક નશા”. આ ફિલ્મમાં પ્રીતિએ ખૂબ જ બોલ્ડ અને ઇંટીમેંટ સીન આપ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા આર્યન વૈદ્યએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીનું પાત્ર નિભાવ્યું હતું. બોલ્ડ સીન્સ હોવા છતાં પણ આ ફિલ્મને કંઈ ખાસ સફળતા મળી શકી નહી.

પ્રીતિએ બોલિવૂડની અમુક બીજી ફિલ્મો જેવી કે બાજ, એલ.ઓ.સી કારગીલ, આન અને  ઓમકારામાં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મમાં પણ પ્રીતિને કોઈ મોટો રોલ મળ્યો નહી. પ્રીતિએ પોતાના પુરા કરિયરમાં લગભગ ૩૦ થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. તેમાં તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દુ અને બંગાળી ફિલ્મોનો સમાવેશ થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *