૨ જુન થી પોતાની નીચ રાશિમાં ગોચર કરશે મંગળ, આ ૫ રાશિના લોકો પર રહેશે તેનો ખરાબ પ્રભાવ

૨ જુન થી પોતાની નીચ રાશિમાં ગોચર કરશે મંગળ, આ ૫ રાશિના લોકો પર રહેશે તેનો ખરાબ પ્રભાવ

 મિથુન રાશિ

મંગળ નું ગોચર તમારા માટે શુભ રહેશે નહિ. માટે વિવાદ ઝઘડાઓ થી દૂર રહેવું. કોર્ટ-કચેરીની બાબતનું  બહાર જ નિવારણ લાવવા માટે પ્રયત્નો કરવા. જમીન મકાન સાથે જોડાયેલ બાબતમાં મુશ્કેલી આવી શકે છે. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખીને કાર્ય કરશો તો સફળતા મળશે. પારિવારિક સમસ્યાઓને કારણે માનસિક અશાંતિ રહેશે. સ્વાસ્થ્ય વિશેષ કરીને ડાબી આંખ સંબંધી બીમારી થી બચવું.

સિંહ રાશિ

આ સમય દરમિયાન તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે સારા અંક મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવી પડશે. ખર્ચમાં વધારો થવાને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો તથા સંબંધીઓ તરફથી અપ્રિય સમાચાર પ્રાપ્ત થવાના યોગ છે. આ સમય દરમ્યાન મધ્ય વિદેશયાત્રા સંબંધિત નિવેદન કે વિઝા માટે આવેદનપત્ર આપવા ઇચ્છતા હોવ તો તેમાં સફળતા મળશે.

તુલા રાશિ

મંગળ નાં ગોચર ના પ્રભાવથી તમારા કાર્યક્ષેત્રમાં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે. આ રાશિ ના લોકો માટે મંગળ અકારક પણ હોઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી. તમારા સાહસ અને પરાક્રમ નાં આધારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકશો. તમારા દ્વારા કરવામાં આવેલ મહેનતનું પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે છે.

ધન રાશિ

આ સમય દરમિયાન તમારા મનમાં હીનતાનો ભાવ આવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. અને કાર્યક્ષેત્રમાં ષડ્યંત્ર નાં શિકાર થવાથી બચવું. કાર્ય પૂર્ણ કરી ને સીધા ઘરે જવું. કોર્ટ-કચેરીની બાબતથી દૂર રહેવું. આર્થિક પક્ષ મજબૂત રહેશે. જમીન સાથે જોડાયેલ બાબતોમાં સમાધાન થઈ શકશે.

મકર રાશિ

દાંપત્યજીવન માં પરેશાની આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર નાં વિભાગો ટેન્ડર વગેરે માટે આવેદન કરવા ઈચ્છી રહ્યા હોવ તો આ સમયે તમને સફળતા પ્રાપ્ત થશે. વિવાહ સંબંધી વાતમાં થોડો સમય લાગશે. વિદેશી કંપનીમાં નોકરી અથવા નાગરિકતા મેળવવા માટે કરવામાં આવેલ પ્રયત્ન સફળ રહેશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખવી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *