૧૯૮૪ માં મિસ ઇન્ડિયા ને મળ્યો હતો મહાભારતમાં દ્રૌપદી બનાવવાનો પ્રસ્તાવ, પછી કઈ રીતે રૂપા ગાંગુલી ની થઇ એન્ટ્રી

૧૯૮૪ માં મિસ ઇન્ડિયા ને મળ્યો હતો મહાભારતમાં દ્રૌપદી બનાવવાનો પ્રસ્તાવ, પછી કઈ રીતે રૂપા ગાંગુલી ની થઇ એન્ટ્રી

ભારતીય ટેલિવિઝનની જ્યારે પણ વાત થાય છે ત્યારે દુરદર્શન નો ઉલ્લેખ જરૂર કરવામાં આવે છે. અને જ્યારે દુરદર્શન નો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે રામાયણ અને મહાભારત જેવી અમર સિરિયલ અત્તર ની જેમ મહેકવા લાગે છે. અને તેમની સુગંધ પણ ત્રણ દશક પછી પણ આજે દર્શકો નાં મનમાં એમની એમ જ છે. આ ટીવી સીરિયલ્સ એ લોકોના મનમાં અલગ છાપ છોડી હતી. અને મનોરંજન ને એક અલગ મુકામ પ્રાપ્ત કરાવ્યો હતો.

ગયા વર્ષે કોરોનાવાયરસ નાં લીધે લોક ડાઉન માં દુરદર્શન ને ફરી એક વખત આ સીરીયલ નાં દર્શન કરાવ્યા હતા. ૩ દશકા પછી મહાભારત પડદા પર આવી હતી. આટલા વર્ષો પછી પોતાની ચમક એમની એમ જ રાખનાર મહાભારતમાં ઘણું એવું ખાસ હતું. જેના લીધે એક થી એક સીરીયલો ની ભીડ માં પણ તેમણે લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

કોઈપણ કહાનીને પડદા ઉપર લાવવા માટે તેના પાત્ર ખૂબ જ મુખ્ય હોય છે. મહાભારત નાં પાત્ર માં પણ એવું જ હતું તેમણે પોતાના શાનદાર અભિનય અને પ્રતિભાથી લોકો ના મન જીત્યા હતા. પરંતુ તમારા માંથી ઘણા એવા ઓછા લોકો હશે જે વિચારતા હશે કે, આ પાત્ર ની પસંદગી કેવી રીતે થઈ? શું પહેલી વખતમાં જ તેમને સિલેક્ટ કરવામાં આવ્યા?  અથવા ઘણા લોકોને બદલવામાં પણ આવ્યા? તો તમને જણાવી દઈએ કે, મહાભારત માટે ૫૦૦૦ લોકોના ઓડિશન લેવામાં આવ્યા હતા.

તેની સાથે જોડાયેલો એક કિસ્સો આજે તમને જણાવીશું બોલિવૂડની ફેમસ અભિનેત્રી જુહી ચાવલા નું નામ પણ મહાભારત સાથે જોડાયેલું છે. વાસ્તવમાં જુહી ને દ્રૌપદી નાં રોલની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તે સમયે તે બોલિવૂડની હિટ ફિલ્મ “કયામત સે કયામત તક” માં કરવામાં આવી ૧૯૮૮ ની આ ફિલ્મમાં તે અમીરખાન જોડે લીડ રોલમાં હતી. તે જ કારણથી જુહી ને તે સમયે સિલ્વર સ્ક્રીન ને વધારે મહત્વ આપ્યું. અને આ અવસર રૂપા ગાંગુલી ને મળ્યો.

 

‘કયામત સે કયામત તક’ જુહી ચાવલા ની બીજી બોલીવુડ ફિલ્મ હતી. તેમને હિન્દીમાં પહેલી વખત લીડ અભિનેત્રી નો રોલ મળ્યો હતો. અને અર્જુન ની ભૂમિકા નિભાવતા ફિરોઝ ખાન ની શરૂઆતમાં રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમણે એક વખત પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને જુહી ની સાથે શોમાં ફોટોશૂટ માટે પોઝ પણ આપ્યા હતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *