૧૯ વર્ષ પછી ફરી જોવા મળશે ‘કસોટી જિંદગી કી’ નાં અનુરાગ, આજે કોઈ એક્શન હીરોથી કમ નથી લાગતા સિજેન ખાન

ટીવીની દુનિયામાં એકતા કપૂર નું નામ ખૂબ જ મોટું છે. ટીવી પર એકતાએ ઘણા શો જનતાને આપ્યા છે. એકતા કપૂરે વર્ષ ૨૦૨૧ માં ‘કસોટી જિંદગી કી’ જેવો પ્રખ્યાત શો આપ્યો હતો. તે શો માં આવેલા દરેક પાત્ર ને જનતા ખૂબ જ નજીકથી જાણે છે. પછી પ્રેરણા બનેલી શ્વેતા તિવારી હોય અથવા મિસ્ટર બજાજ બનેલા અભિનેતા રોનિત રોય અથવા કોમોનીકા નો પાત્ર કરતી ઉર્વશી ધોળકિયા હોય દરેકે પોતાના કારકિર્દી ની ઝડપ અહીંથી પકડી હતી.
આ શો માં એક મહત્વ નું પાત્ર હતું. જેને દરેક નું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અહીં વાત કરી રહ્યા છીએ, અનુરાગ નું જેમણે પાત્ર નિભાવ્યું હતું. સીજેન ખાન આ શો પછી અચાનક ગાયબ થઇ ગયા હતા. હવે એક વખત ફરી સીજેન ખાન આપણને ટીવી ઉપર જોવા મળશે ૧૯ વર્ષ પછી. ટીવી સિરિયલ “શક્તિ અસ્તિત્વ કે એહસાસ” માં હરમન સિંહ નો રોલ નિભાવતા જોવા મળશે.
આ શો માં હરમન સોમ્યાં ના પતિ છે. ત્યાં જ શોમાં સૌમ્યા નું પાત્ર રૂબીના દિલેક નિભાવી રહી છે. તમને જણાવી દઈએ કે, તેના પહેલા એક્ટર વિવિયન ડીસેના હરમન નાં પાત્ર ને નિભાવી રહ્યા હતા. વિવિયન ડીસેના એ શો ને વર્ષ ૨૦૧૯ માં મૂકી દીધો હતો. કારણ કે તે આ શો માં બાળકોનાં પિતા નું પાત્ર નિભાવા માંગતા ન હતા. તેના લીધે તેમના પાત્ર માટે સીજેન ખાનની આ શો માં એન્ટ્રી થઈ છે.
આ શો નાં સેટ પર થી અમુક ફોટા સામે આવ્યા છે. જેમાં સીજેન ખાન અને રૂબીના દિલૈક એક સાથે જોવા મળી રહ્યા છે. બંને સેટ પર રોમેન્ટિક સીન શૂટ કરી રહ્યા છે. આ ફોટામાં રૂબીના ને સજેનની સાથે જોઈ શકાય છે. આ બન્નેની મુલાકાત મંદિરમાં થઈ રહી છે. હાલમાં આ બંને નાં ફોટાઓ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.આ ફોટામાં બંનેના લુક ની વાત કરીએ તો, રૂબીના રેડ કલર નાં શૂટ માં ખૂબ જ સુંદર લાગી રહી છે. અને ત્યાં જ સીજેન ખાન તે દરમિયાન ટીશર્ટ જીન્સ અને કોર્ટમાં જોવા મળી રહ્યા છે. લગભગ બે દશક પછી દર્શકો સીજેન ખાન ને ટીવી પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
‘કસોટી જિંદગી કી’ માં સીજેન ખાન સદા શર્ટ પેન્ટ માં દુબળા પાતળા અને સામાન્ય ભારતીય જેવા જોવા મળતા હતા. ત્યાં જ હવે તેમનો લુક પૂરી રીતે એક્સપ્લોર થઈ ગયો છે. સીજેન ખાન થોડાક દિવસ પહેલા જ તે સમયે ચર્ચામાં આવ્યા હતા. જ્યારે એક અમેરિકી મહિલા એ તેમનાં પર દાવો કર્યો હતો કે, સીજેન ખાને તેના જોડે ગ્રીનકાર્ડ મેળવવા માટે લગ્ન કર્યા હતા. પરંતુ અભિનેતાએ આ દરેક આરોપોને નિરાધાર કહ્યા છે. હવે જોવાનું એ છે કે, બિગબોસ વીનર રૂબિના અને ૧૯ વર્ષ પછી પાછા આવેલા સીજેન ખાનની કેમેસ્ટ્રી શું કમાલ કરે છે.