૧૮ સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયેલ છે અધિક માસ, આ મંત્રોનો જાપ કરવાથી પુરી થાય છે દરેક ઈચ્છા અને મળે છે ૧૦ ગણું ફળ

અધિકમાસ શરૂ થઇ ગયો છે અને આ મહિનાને શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે લોકો આ મહિના દરમિયાન પૂજા કરે છે, તે લોકોને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. એટલા માટે તમારે પણ અધિક માસ (પુરૂષોત્તમ માસ) દરમિયાન પૂજાપાઠ જરૂરથી કરવો જોઈએ અને વ્રત પણ રાખવા જોઈએ.
ક્યારથી શરૂ થયેલ છે અધિક માસ
અધિક માસ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ થી શરૂ થયેલ છે. જે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી રહેશે. આ મહિનાને પુરુષોત્તમ માસનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ માં ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અધિક માસમાં કરવામાં આવેલ ધાર્મિક કાર્યોનું ફળ ૧૦ ગણું વધારે મળે છે.
આવી રીતે કરો પૂજા
- અધિક માસમાં તમારે દરરોજ ઊઠીને પૂજા પાઠ કરવા જોઈએ.
- સવારે ઉઠીને ઘરની સાફ-સફાઈ કરો અને ત્યારબાદ સ્નાન કરો.
- સ્નાન કર્યા બાદ પૂજા ઘરની સફાઈ પણ કરો અને ભગવાનની મૂર્તિઓને ગંગા જળથી સાફ કરો. ત્યાર બાદ તમારે મંદિરમાં એક ચોકીની સ્થાપના કરી દેવી.
- આ ચોકી પર તમે પીળા રંગનાં વસ્ત્રો બિછાવી દેવા. કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પસંદ છે.
- ચોકીને ફૂલોથી સજાવટ કરો અને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરી દો. ત્યાર બાદ એક ઘીનો દીવો પ્રગટાવવો.
- પૂજા કરતાં સમયે સૌથી પહેલાં સંકલ્પ ધારણ કરો અને ત્યારબાદ જ પૂજા શરૂ કરો.
- સંકલ્પ લેવા માટે હાથમાં પાણી અને ફૂલો આ પૂજા શા માટે કરી રહ્યા છો અથવા પોતાની મનોકામના મનમાં બોલો અને જળ અને જમીન પર છોડી દો.
- ભગવાન વિષ્ણુને ફૂલોની માળા ચઢાવો. ત્યારબાદ તેમને ફળ અને ભોગ અર્પિત કરો.
- ભગવાન વિષ્ણુ માટે બનાવવામાં આવેલ ભોગમાં તુલસીનાં પાન જરૂરથી ઉમેરો.
- પૂજા કરતાં સમયે ભગવાન વિષ્ણુજીની કથા વાંચો અને નીચે બતાવેલ મંત્રોનો જાપ જરૂરથી કરો.
- પૂજા પૂરી થયા બાદ ભગવાન વિષ્ણુજીની આરતી કરો.
આ પ્રક્રિયાથી તમે અધિક માસ દરમિયાન દરરોજ પૂજા કરો. વળી જ્યારે અધિક માસ ખતમ થઈ જાય તો ગરીબોને ભોજન કરાવો. વ્રત રાખવા માંગો છો તો અધિક માસનાં દર ગુરૂવારે વ્રત રાખવું જોઇએ.
આ મંત્રોનો જાપ
- शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम। विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम। लक्ष्मीकान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म। वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम।।
- गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।
- गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्।।
- ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्.
- ॐ नमो भगवते वासुदेवाय
- श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।
- ॐ हूं विष्णवे नम: ॐ विष्णवे नम:
પૂજા કરવાથી શું લાભ મળશે
આ માસ દરમિયાન દરરોજ પૂજા કરવાથી તમને તે દરેક ચીજ મળી જશે, જેની તમે ઇચ્છા રાખો છો. એટલું જ નહીં જો તમારા લગ્ન નથી થઇ રહ્યા, તો તમને તુરંત વિવાહ યોગ્ય પાર્ટનર મળી જશે. તે સિવાય આ પૂજાથી કારકિર્દીમાં પ્રગતિ પ્રાપ્ત થાય છે.
આ વાતોનું રાખો ધ્યાન
- અધિક માસ દરમિયાન ઘરમાં લસણ તથા ડુંગળીનો પ્રયોગ કરવો નહીં.
- બની શકે તો ચોખાનું સેવન પણ ન કરવું.
- ફક્ત જમીન પર બેસીને ભોજન કરવું.
- પીપળાના વૃક્ષની પૂજા પણ જરૂર કરો અને વૃક્ષને જળ અર્પિત કરો. કારણકે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.
- શરાબનું સેવન કરવાથી બચવું.